રાજસ્થાન રોયલ્સ માટે તેમના હોમ સ્ટેડીયમ ખાતે નવી આઇપીએલ 2021 જર્સીની ઐતિહાસિક રજૂઆત

0
13
નવી જર્સીને લઇ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓમાં જોરદાર ઉત્સાહ
નવી જર્સીને લઇ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓમાં જોરદાર ઉત્સાહ

સાઉથ આફ્રિકન ઓલ રાઉન્ડર ક્રિસ મોરીસે નવી જર્સીના ફેરફારો અને લુકના ભરપૂર વખાણ કર્યા

આ વર્ષે અન્ય એક ઐતિહાસિક જર્સીની રેડ બુલ દ્વારા રચના કરવામાં આવી છે અને આ સિઝનમાં અમારા ચાહકોને ગર્વ થાય તેવો અનુભવ કરાવવાની આશા રાખીએ છીએ– રેડબુલ એથલીટ રિયાન પરાગ

રાજસ્થાન રોયલ્સ તેમના હોમ સ્ટેડીયમથી દૂર વધુ એક સિઝન રમવા માટે સજ્જ – નવી જર્સીને લઇ ખેલાડીઓમાં જોરદાર ઉત્સાહ

અમદાવાદ,તા.9

રાજસ્થાન રોયલ્સ પોતાની જાણીતી પીચ પર રમવાનો આનંદ માણી નહી શકે અને તેમના હોમ ગ્રાઉન્ડ ખાતે તમના ચાહકોનો ઉત્સાહ અને ટેકો મેળવી નહી શકે ત્યારે 2021 સિઝન માટેની તેમની જર્સીને રજૂ કરવા માટે રેડ બુલ ઇન્ડિયા સાથેની ભાગીદારીમાં સવાઇ માનસિંહ સ્ટેડીયમમાં તેમનો શો પ્રભાવશાળી બની રહે તે તેઓ સુનિશ્ચિત કરશે.

તેનું પરિણામ સ્પેક્ટેક્યુલર 3D પ્રોજેક્શન અને લાઇટ શોમાં હતુ જેમાં સવાઇ માનસિંહ સ્ટેડીયમમાં 3 એપ્રિલ 2021ના રોજ સમાવી લેવામાં આવ્યું હતુ કેમ કે સ્ટેડીયમમાંથી વિશ્વભરના ચાહકો અને સુધી ઓડીયો-વિઝ્યૂઅલ જીવંત પ્રસારણ કરાયુ હતુ અને રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓ મુંબઇમાં તેમના બાયો-બબલમા હતા. આ શોકેસ એ તમામ બાબતોની ઉજવણી હતી જેમાં રોયલ્સના ચાહકો – સ્ટેડીયમ, જયપુર શહેર, રાજસ્થાની સંસ્કૃતિ અને લેન્ડસ્કેપને તેમજ રેડબુલ સાથે ફ્રેંચાઇઝના સહયોગે તેમને ઝડપથી આગળ વધવામાં કેવી રીતે મદદ કરીને નવા વિચારો બહાર લાવી હતી અને ટીમને પ્રગતિ કરવા માટે મદદ કરી હતી તે તમામ બાબતોને દિલ સાથે ઝકડીને રાખી શક્યા હતા.

આ શોનો પ્રારંભ સવાઇ માનસિંહ સ્ટેડીયમને પીચથી લઇને સ્ટેન્ડઝ સુધી ઝગમગાવવા સાથે થયો હતો. ત્યાર બાદ જીવંત શો માટે ખાસ સેટ કરવામાં આવેલા સ્ક્રીન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં સ્ટેડીયમનના વીડિયો ચિત્રો, શહેર અને રાજસ્થાન લેન્ડસ્કેપને રેડ બુલ વ્હિકલ્સ અને ઘટનાઓના હાઇ-સ્પીડ એકશન શોટ્સ સાથે અમુક અંતરાલે મુકવામાં આવ્યા હતા. શોના ભાગરૂપે રોયલ્સના ખેલાડીઓએ જાતે જ સ્ટેડીયમમાં સ્ક્રીન પર 3D પ્રોજેક્શન કર્યુ હતું અને નવી સિઝન માટેની જર્સીની રજૂઆત કરી હતી અને  તે રીતે ચાહકોને તેઓ 2021માં પહેરનાર છે તેવી ગુલાબી અને વાદળી જર્સીનો પ્રથમ દેખાવ રજૂ કર્યો હતો. આ શો રાજસ્થાનની અને રોયલ્સના ચાહકો માટે ખરી યાદગીરી છે જેઓ આ સિઝનમાં ટીમ રમે ત્યારે સ્ટેડીયમમાં તેમનું જંગી સમર્થન આપી શકવા માટે સક્ષમ નહી હોય, પરંતુ જ્યારે બાઉન્ડ્રી વાગે કે વિકેટ લેવામાં આવે ત્યારે તેમને પ્રોત્સાહિત કરતો મોટો અવાજ દરેક રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ સાંભળી શકશે.

મુંબઇમાં હોટેલમાં રહેલી ટીમ પાસેથી સવાઇ માનસિંહ સ્ટેડીયમ ખાતે આઇપીએલ 2021 માટે વિશિષ્ટ રાજસ્થાન રોયલ્સની જર્સીને જોતા પોતાનો અનુભવ કહેતા, રાજસ્થાનરોયલ્સના ઓલ-રાઉન્ડર અને રેડ-બુલ એથલેટ રિયાન પરાગે જણાવ્યું હતુ કે, “પાછલા વર્ષે રાજસ્થા રોયલ્સની ટીમને રેડ બુલના એથલેટ દાની રોમન કે જેઓ દુબઇમાં અમારી હોટેલની બાજુમાં આવ્યા હતા તેમની સાક્ષીમાં પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ અને આઇપીએલ 2020 ટીમ જર્સી આપી હતી. આ વર્ષે અન્ય એક ઐતિહાસિક જર્સીની રેડ બુલ દ્વારા રચના કરવામાં આવી છે અને આ સિઝનમાં અમારા ચાહકોને ગર્વ થાય તેવો અનુભવ કરાવવાની આશા રાખીએ છીએ.”

નવી જર્સીની રજુઆત સામે પ્રતિભાવ આપતા સાઉથ આફ્રિકન ઓલ રાઉન્ડર ક્રિસ મોરીસે જણાવ્યું હતુ કેઆ નવી જર્સીની રજૂઆત માની ન શકાય તેવી છે. 2015થી પાછલા વખતે હુ રોયલ્સ રમ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં જર્સીમાં અનેક ફેરફારો થયા છે અને આ સુંદર સફર છે. ફરી એક વાર ટીમનો ભાગ બનતા હુ ખુશી અનુભવુ છું અને ડિઝાઇનની પાછળ તેનો પાયો મુખ્ય ચાલક છે.”

વિશિષ્ટ નવી જર્સીની રજૂ કરવા માટે ક્રિયેટીવ ફેક્ટરીએ મદદ કરી હતી. તેના સ્થાપક અને ક્રિયેટીવ ડિરેક્ટર વિભોર ખઁડેલવાલે ટિપ્પણી કરી હતી કે,રાજસ્થાન રોયલ્સની નવી જર્સીના લોન્ચ માટે પ્રોજેક્શન મેપીંગ કન્ટેન્ટની ડિઝાઇન અને અમલ કરવા માટેની તક આપવા બદલ હું રેડ બુલ ઇન્ડિયાની સમગ્ર ટીમનો આભારી છું. આ ઘટના તેના સર્જનાત્મક અભિગમની દ્રષ્ટિએ જ નહી, પરંતુ જે રીતે તેનો અમલ કરવાનો સમય હતો તે રીતે પણ વિશિષ્ટ છે. ફક્ત 10 દિવસોમાં જ અમે અદ્યતન ટેકનોલોજી અને રેડ બુલ ઇન્ડિયા અને ક્રિયેટીવ ફેક્ટરી એમ બન્નેના  સર્જનાત્મક દિમાગ દ્વારા અમે આ તૈયાર કર્યુ છે.”