રાજીવ ખંડેલવાલે શરૂ કર્યું કોર્ટ માર્શલનું શૂટિંગ

0
8

Zee5ને પોતાની આગામી વેબ-સિરીઝ ‘કોર્ટ માર્શલ’ માટે ફાઇનલી લીડ સ્ટાર મળી ગયો છે. રાજીવ ખંડેલવાલને આ પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યો અને રાજીવે બે જ દિવસમાં વેબ-સિરીઝનૂં શૂટ પણ જૉઇન કરી લીધું છે. ‘કોર્ટ માર્શલ’ કરવામાં આવેલા એક આર્મી મેજરનું કૅરૅક્ટર કરતા રાજીવ ખંડેલવાલ પહેલાં આ કૅરૅક્ટર માટે અક્ષય ખન્નાનો પણ કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો હતો તો કે. કે. મેનનનું નામ પણ સંભળાતું હતું, પણ એ બન્નેની બૉડી-લૅન્ગ્વેજ સાથે કૅરૅક્ટર મૅચ ન થતાં પ્રોડક્શન-હાઉસના મનમાં આછીસરખી શંકા હતી એટલે ફાઇનલ કૉલ લેવામાં આવતો નહોતો જે રાજીવ ખંડેલવાલ સાથે લઈ લેવામાં આવ્યો.
રાજીવ ખંડેલવાલ આ અગાઉ ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’માં શેફનું કૅરૅક્ટર કરી ચૂક્યો છે.