રાજ્યમાં વરસાદના એંધાણ નહીં, ગરમી-ઉકળાટ વધુ પજવશે

0
194
latest-news/ahmedabad-news/other/gujarat-have-to-wait-more-for-rain-due-to-weak-weather-system
latest-news/ahmedabad-news/other/gujarat-have-to-wait-more-for-rain-due-to-weak-weather-system

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને બફાટ અનુભવાઈ રહ્યો છે અને લોકો તેનાથી ખૂબ જ ત્રસ્ત છે. વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે જેથી ગરમી અને બફાટમાંથી છૂટકારો મળી શકે. પણ દક્ષિણ-પશ્વિમનું વાતાવરણ વીક પડતું દેખાઈ રહ્યું હોઈ રાજ્યમાં વરસાદ આવવામાં હજુ વધુ વિલંબ થશે.ઈન્ડિયા મેટ્રોલૉજિકલ ડિપાર્ટમેન્ટના સૂત્રો અનુસાર, આવનારા થોડા દિવસોમાં માત્ર સાઉથ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.IMDના રિજનલ ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં વરસાદ થવાની શક્યતા નહીંવત છે. રાજ્ય પર રચાઈ રહેલા વાતવરણમાં ઉત્તર દિશામાંથી આવનારા પવનો ઉપરાંત અનેક પરીબળોના કારણે પલટો થયો છે જેના કારણે ચોમાસું ખેંચાઈ ગયું છે.કેરળમાં વહેલાં ચોમાસાને પગલે રાજ્યમાં પણ જલ્દી વરસાદ આવી જશે તેવો આશાવાદ હતો. જોકે, મહારાષ્ટ્રમાં સારા એવા વરસાદ બાદ વાદળો ઉત્તર-પૂર્વ તરફ ફંટાઈ ગયા છેબીજી તરફ અંબાજી, ખેડબ્રહ્મા અને સાપુતારામાં સોમવારે સીઝનનો પહેલો વરસાદ થયોરાજ્યના મોટાભાગના હ્યુમિડીટી અને ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ ઊંચું નોંધાયું છે. ભાવનગર 41.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.7, વલ્લભ વિદ્યાનગરમાં 40.7, અમદાવાદમાં 40.6 અને ડિસામાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું