રાત્રિના ૧૦થી સવારે ૬ સુધી જાહેર માર્ગ પર ફટાકડા નહીં ફોડવા પોલીસ કમિશનરનું જાહેરનામું

0
18

સુરત શહેરમાં રાત્રિના ૧૦ વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો.

સુરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવોને નાથવા પોલીસ કમિશનરે જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યો છે. રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે.

જાહેર રસ્તાઓ, રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા કોઈ વ્યક્તિ ઉપર ફટાકડા સળગાવીને ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા કે દારુખાનું ફોડવું નહી. સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી કરવામાં આવશે.