રામોલ સામુહિક દુષ્કર્મનાં આરોપીનો ગુજરાત યુનિ.માં પ્રવેશ પર પ્રતિબંધ

0
30
incident of gang rape in ahmedabad
incident of gang rape in ahmedabad

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯
એકતરફ રામોલમાં એક યુવતી પર બનેલી ગેંગ રેપની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી ગઈ છે. આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીના હંગામી કર્મચારીની સંડોવણી ધ્યાને આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી આરોપીના યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. બીજીતરફ એબીવીપીના કાર્યકરો પણ આવા તત્વો સામે કડક પગલા લેવા યુનિવર્સિટી પર દબાણ વધાર્યું છે.
રામોલ ગેંગ રેપની ઘટનાનો આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સીટીના સ્કુલ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. જા કે અમદાવાદના રામોલમાં ગેંગ રેપની ઘટનામાં બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સફાળુ જાગ્યું છે. યુનિવર્સિટીએ કર્મચારી અંકિત પારેખની સંડોવણી આ ઘટનામાં આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી અંકિત પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જા કે યુનિવર્સીટીના કુલપતિ પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ સ્પષ્ટતા કરી હતી કે અંકિત પારેખ યુનિવર્સીટીનો હંગામી કર્મચારી હતો. રામોલ પોલીસે ગેંગરેપની આ ઘટનામાં અંકિત પારેખ સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી હતી.