રાષ્ટ્રવાદનું નામ આપીને RuPayને પ્રમોટ કરી રહ્યાં છે મોદી, તેમાં અમને છે નુકશાન: માસ્ટરકાર્ડ

0
16
news/BUS-LNEWS-HDLN-pm-modi-backing-rupay-citing-nationalism-mastercard-complained-report-gujarati-news-5977569-NOR.html?ref=ht
news/BUS-LNEWS-HDLN-pm-modi-backing-rupay-citing-nationalism-mastercard-complained-report-gujarati-news-5977569-NOR.html?ref=ht

વિશ્વના બીજા સૌથી મોટા પેમેન્ટ પ્રોસેસર માસ્ટરકાર્ડે અમેરિકાની સરકારને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરીયાદ કરી છે. માસ્ટરકાર્ડનો આરોપ છે કે પીએમ મોદી ઘરેલું પેમેન્ટ નેટવર્ક રૂપેને ‘રાષ્ટ્રવાદ’નું નામ આપીને પ્રમોટ કરી રહ્યાં છે. તેમની આ નીતીથી વિદેશી પેમેન્ટ કંપનીઓને નુકશાન થઈ રહ્યું છે.

આંકડાઓના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી છેલ્લા ઘણાં વર્ષોથી ઘરેલું પેમેન્ટ નેટવર્ક રૂપેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેનાથી અમેરિકાની પેમેન્ટ કંપનીઓ માસ્ટરકાર્ડ અને વિઝાના કારોબાર પર ખરાબ અસર પડી રહી છે. હાલ ભારતમાં 50 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારક રૂપે પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છે.

માસ્ટરકાર્ડે અમેરિકાની સરકારને જણાવ્યું છે કે પીએમ મોદીએ સાર્વજનિક રીતે જણાવ્યું હતું કે રૂપે પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ દેશની સેવા કરવા જેવો છે. તેમણે જણાવ્યું હતું કે આ પેમેન્ટ સિસ્ટમમાં લાગનાર ટ્રાન્ઝેકશન ફીસ દેશમાં રહેશે. જેનાથી રસ્તાઓ, સ્કુલ અને હોસ્પિટલ બનાવવામાં મદદ મળશે.

માસ્ટરકાર્ડે અમેરિકાની સરકારને કહ્યું છે કે પીએમ મોદીએ 21 જૂને રૂપે કાર્ડના ઉપયોગ અંગેની રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તે દેશની સેવા કરવા જેવો છે. તેનાથી રૂપેના ગ્રાહકો વધ્યા અને અમને ખૂબ જ નુકશાન થઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રૂપે પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેકશન ફીસ લે છે. જોકે તે માસ્ટરકાર્ડ અને વિઝાથી અડધી છે. જોકે અમેરિકાની પેમેન્ટ કંપનીઓએ પણ ટ્રાન્ઝેકશન ફીસમાં ઘટાડો કર્યો છે. જોકે સાર્વજનિક રૂપથી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.