રેહા ચક્રવર્તીને મળી રેપ અને જીવથી મારી નાખવાની ધમકી

0
49

મુંબઇ,તા.૧૬
એક્ટર સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર લોકોનાં નિશાને છે. હાલમાં જ સુશાંતનાં નિધનને એક મહિનો થઇ ગયો. સુશાંત માટે એખ ઇમોશનલ નોટ રેહાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી. જે બાદ તેને સોશિયલ મીડિયા પર રેપ અને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. જે બાદ તેણે આ મામલે સાઇબર ક્રાઇમની મદદ માંગી છે.
બોલિવૂડ એક્ટ્રેસ રેહાએ તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે એક કમેન્ટ દેખાય છે જેમાં તેને રેપ અને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે.પોસ્ટ શેર કરતાં રેહાએ કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘મારા પર તમામ પ્રકારનાં આરોપો લાગ્યા, હું ચુપ રહી.. મને કાતિલ કહેવામાં આવી, હું ચૂપ રહી.. હું શરમમાં ચૂપ રહી.. ‘ તેમને ધમકી આપનારા વ્યક્તિ જ્રદ્બટ્ઠહહે_ટ્ઠિટ્ઠેં પર નિશાન સાધતા કહ્યું કે, પમ મારી ચુપ્પી આપને તે કહેવાનો અધિકાર કેવી રીતે આપે કે જો હું આત્મહત્યા નહીં કરું તો મારો રેપ અને મર્ડર કરવામાં આવશે.
શું આપે જે કહ્યું તેની ગંભીરતાનો આપને અહેસાસ છે ? આ અપરાધ છે. હું ફકરી કહુ છુ કે, કોઇપણ આ પ્રકારની વિષાક્તા અને ઉત્પીડનનાં આધિન ન હોવું જોઇએ.તેણે કહ્યું કે, સાઇબર ક્રાઇમમાં મદદ માંગતા આ મામલે જરૂરી કાર્યવાહીનો અનુરોધ કરવામાં આવ્યો છે. પોસ્ટનાં અંતમાં લખ્યું છે, હવે બહુ થઇ ગયુ છે.
આપને જણાવી દઇએ કે, સુશાંતનાં નિધનને એક મહિનો થવા આવ્યો જે રેહાની પોસ્ટ શેર કરી હતી. તેનાં પર ઘણાં લોકોએ કમેન્ટ કરી હતી.