રોમેન્ટિકકપલનું બીચ વેકેશન

0
16

બી-ટાઉનમાં છેલ્લા થોડાક સમયથી અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની જોડીની બહુ ચર્ચા થઇ રહી છે. બંને વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે અને બંને ઘણી જગ્યાએ સાથે જોવામળે છે. બંને બહુ જલદી લગ્ન કરશે તેવી વાતો પણ ક્યારની વહેતી રહે છે.તાજેતરમાં આ કપલ વેકેશન પર છે અને બંને રજાઓ માણી રહ્યા છે. તેઓ ક્યાં ગયા છે તે સ્થળ જાહેર નથી કર્યું પણ બંને સાથે ભવ્ય સમય વિતાવી રહ્યા છે.

આ તસવીરમાં જોતાં લાગે છે કે તે કોઇ બીચ પરના એકદમ રોમેન્ટિક લોકેશન પર ગયા લાગે છે. બંનેની તસવીરો જુદી છે પણ બંને વિશ્ર્વને સાથે નિહાળવા સાથે ગયા છે. બંને તસવીરમાં બહુ આકર્ષક દેખાઇ રહ્યા છે. મલાઇકા ગ્લેમરસ તો છે જ અને એમાંય આટલો યુવાન બૉયફ્રેન્ડ સાથે હોય પછી રોમેન્ટિક ના બને તો જ નવાઇ. બંનેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. મલાઇકાની ઉંમર અર્જુન કરતા મોટી છે અને મલાઇકાને બે બાળકો પણ છે અને અર્જુન તો કુંવારો છે છતાંય બંનેની જોડી બની છે. બંનેને શુભેચ્છા આપીએ કે તેમના જલદી લગ્ન થઇ જાય.