લગ્ન પછીની વ્યસ્ત લાઈફ

0
16

ર ણવીર સિંહ અને દીપિકા પદુકોણે હાલમાં જ તેમની ફિલ્મ ’૮૩નું શૂટિંગ પૂરું કર્યું. લગ્ન પછી બંનેની સાથેની આ પ્રથમ ફિલ્મ છે. રણવીર સિંહ તો આ ફિલ્મની રેવ-અપ પાર્ટી કરીને તરત જ હૈદરાબાદ જવા રવાના થઈ ગયો, જ્યાં તે અક્ષય કુમારની ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરશે. જોકે, આ ફિલ્મમાં તે ફક્ત કેમિયો રોલ કરી રહ્યો છે. રણવિરસિંહ અને દિપિકા લગ્ન પછી પોતાની લાઈફમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે રણવિરસિંહ અને દિપિકા હાલમાં તેમની ફિલ્મ ૮૩નું શુટિંગ પુરૃ કર્યું છે અને લગ્ન પછી બંન્નેેેેની પ્રથમ ફિલ્મ છે

રણવીર હૈદરાબાદમાં એક સપ્તાહ રહેશે. રોહિત શેટ્ટીની આ નવી કોપ ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર સૂર્યવંશીનો રોલ કરી રહ્યો છે. અજય દેવગણ સિંઘમનો અને રણવીર સિંબાનો રોલ કરી રહ્યા છે. આમ, આ ફિલ્મમાં ત્રણ પ્રકારના પોલીસ જોવા મળશે, અને આ ત્રણેય તેમની ફિલ્મોના આ પોલીસ પાત્રોમાં જોવા મળશે એક જફિલ્મમાં.

’૮૩ ફિલ્મની વાત કરીએ તો તેમાં રણવીર અને દીપિકાએ બહુ ધમાલ કરી હતી. તેમની સાથે અન્ય કાસ્ટ અને ક્રુ સભ્યોએ પણ ડાન્સ કરવા સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

ફિલ્મ ભારતનો ૧૯૮૩માં ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય થયો હતો તેના પર આ ફિલ્મ છે તેમાં રણવીરે ભૂતપૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવનો, દીપિકાએ તેની પત્ની રોમી દેવનો રોલ કર્યો છે, તેમાં અન્ય કલાકારોમાં હાર્ડી સંધુ, તાહિર રાજ ભાસિન, સાકિબ સલીમ, પંકજ ત્રિવેદી વગેરે છે. ફિલ્મ ૧૦ એપ્રિલ, ૨૦૨૦માં રજૂ થશે. કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મ વિશે દીપિકા પણ ઉત્સાહિત થઈને કહે છે કે છેલ્લા કેટલાક મહિના અમે આ ફિલ્મના સેટ પર બહુ મજા કરી. મને આ ફિલ્મ કરીને બહુ ગર્વ મહેસૂસ થાય છે. ૨૦૨૦નું વર્ષ દીપિકા માટે બહુ સારું છે, કારણ કે તે વર્ષે તેની બે-બે રસપ્રદ ફિલ્મો રજૂ થવાની છે, જેમાં એક છે મેઘના ગુલઝારની ‘છપાક’ અને બીજી છે કબીર ખાનની ’૮૩. ‘છપાક’ ફિલ્મમાં તે લક્ષ્મી અગરવાલનું મુખ્ય કેન્દ્રીય પાત્ર ભજવી રહી છે તો ’૮૩માં તે કપિલ દેવની પત્ની રોમી દેવનું પાત્ર ભજવી રહી છે.