લૂટેરી દુલ્હનની ધરપકડ ડઝનથી વધારે લગ્ન કર્યા

0
8

ઇન્દોર એસટીએપને એક લૂટેરી દુલ્હનની ધરપકડ કરી છે જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કૅશ લઈને ફરાર થઈ ગઈ હતી.

પોલીસે આ ટોળકીમાં ૪ પુરુષ અને બે મહિલાઓની ધરપકડ કરી છે જેઓ આ ટોળકીનું સંચાલન કરી રહ્યાં હતાં. ઇન્દોરથી આ ટોળકી જૈન મૅરેજ બ્યુરોના નામથી છેલ્લાં અઢી વર્ષથી ચલાવી રહી હતી. તેમનો ટાર્ગેટ મોટા ભાગે જૈન સમાજ અને મીણા સમાજ હતો. ઇન્દોર સિટીએ ગુજરાત અને રાજસ્થાન પોલીસને પણ જાણકારી આપી છે.

પોલીસ અત્યારે આ લૂટેરી દુલ્હનની ટોળકીની પૂછપરછ કરી રહી છે કે તેમની ગૅન્ગે કઈ-કઈ જગ્યાએ અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. જણાવી દઈએ કે આ ટોળકીમાં બે મહિલાઓ અને ૪ પુરુષો સામેલ છે. મળતી જાણકારી અનુસાર ગુજરાત પોલીસના પ્રકરણ અનુસાર આરોપી અનિલ વાટકિયને પોલીસ કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ કરી તો તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે રીતુ રાઠોર નામની મહિલા જે ૩ બાળકોની માતા છે તેનું નામ બદલીને પૂજા રાખવામાં આવ્યું છે અને તેનાં લગ્ન અમદાવાદમાં કર્યાં હતાં. અહીંથી ૩ દિવસ બાદ જ મહિલા દાગીના અને કૅશ લઈને ફરાર થઈ ગઈ હતી.

ત્યાર બાદ આ ટોળકીની તપાસ કરી તો પોલીસને ઇન્દોરના રહેવાસી અનિલ જૈન અને વિશાલ સોની વિશે જાણકારી મળી હતી જેઓ છેલ્લાં અઢી વર્ષથી આ ગોરખધંધાનું સંચાલન કરી રહ્યા હતા. આ ટોળકીમાં બે મહિલાઓ પણ સામેલ છે જેઓ આ રીતે પહેલાં લગ્ન કરતી હતી અને થોડા દિવસો બાદ તેઓ બનાવટી સાસરિયાંઓ પાસેથી દાગીના લઈને ફરાર થઈ જતી હતી. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દામાલ આખી ટોળકીમાં વહેંચવામાં આવતો હતો. જોકે પોલીસનું કહેવું છે કે ભૂતકાળમાં વધુ મહિલાઓ અને સભ્યો સામેલ હતાં જેના વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.