વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનને લીલીઝંડી આપી

0
14
Prime Minister Narendra Modi on Sunday flagged off eight trains connecting different regions of the country to Kevadiya with an aim to facilitate seamless connectivity to the Statue of Unity in Gujarat.
Prime Minister Narendra Modi on Sunday flagged off eight trains connecting different regions of the country to Kevadiya with an aim to facilitate seamless connectivity to the Statue of Unity in Gujarat. Gujarat Chief Minister Vijay Rupani and Union Railways Minister Piyush Goyal were also present on the occasion.

કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું | કેવડિયા હવે ગુજરાતના નાનકડા ગામને બદલે વિશ્વના મોટા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છેઃ વડાપ્રધાન

PPM flags off 8 trains to boost connectivity to Statue of Unityઅમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના કેવડિયા સ્થિત પ્રસિદ્ઘ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે પ્રવાસીઓની સવલત માટે રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા અને આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે છ રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન સેવાને પણ લીલીઝંડી આપી હતી. વડાપ્રધાને વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 8 ટ્રેનોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનથી કેવડિયા સુધી ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. પ્રતાપનગર રેલવે સ્ટેશને ટ્રેનને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. આ પ્રસંગે કેવડિયા રેલવે સ્ટેશને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે કેવડિયાથી પ્રતાપનગરની પ્રથમ ટ્રેનને તેમણે ફ્લેગ ઓફ આપી રવાના કરી હતી.
વડાપ્રધાને ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ જંક્શન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ ઇમારતો સ્થાનિક સુવિધાઓ અને મુસાફરો માટે આધુનિત સવલતો સાથે સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશનને ભારતના સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતનું કેવડિયા એક સુદૂર વિસ્તારમાં વસેલું એક નાનકડું ગામ નથી રહ્યું પરંતુ કેવડિયા વિશ્વના સૌથી મોટા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
આજે દેશના વિવિધ સ્ટેશનોથી કેવડિયા સુધી રવાના થતી ટ્રેનો પૈકી એક ટ્રેન પુરૈચ્ચી થલૈવર ડો. એમજી રામચંદ્રન સેન્ટ્રલ સ્ટેશનથી પણ રવાના થઈ છે. આજે ભારત રત્ન એમજી રામચંદ્રનની જયંતિ પણ છે તે આનંદની વાત છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.