વડોદરાના શિરોલા ગામે ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત

0
91
/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new
/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new

ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે આજે બપોરે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં કચ્ચરઘાણ થઇ ગયેલી પિકઅપ વાન અને ટ્રક નીચે દબાઇ ગયેલા મૃતદેહોને જે.સી.બી.ની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતદેહોને વાહનોની નીચેથી બહાર કાઢવા જે.સી.બી.ની મદદ લેવાઈ

પ્રાપ્ત વિગત અનુસાર ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે આજે બપોરે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સર્જાયેલા આ અકસ્માતમાં પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવમાં મોતને ભેટેલા 3 વ્યક્તિઓના મૃતદેહોને વાહનોની નીચેથી બહાર કાઢવા જે.સી.બી.ની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના પગલે શિરોલા ગામના લોકો તેમજ પસાર થઇ અન્ય વાહન ચાલકો દોડી ગયા હતા. અને બચાવ કામગીરી કરી હતી.આ ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા વ્યક્તિને ડભોઇ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ પોલીસે મૃતકો ક્યાંના રહેવાસી અને અને ક્યાંથી ક્યાં જતા હતા. તે અંગે તપાસ હાથ ધરી છે. હાલમાં ડભોઇ પોલીસે અક્સમાત મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આજે બપોરે બનેલા આ બનાવે શિરોલા ગામ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new
/MGUJ-VAD-HMU-LCL-three-killed-in-road-accident-near-shirola-village-of-vadodara-gujarati-new