વડોદરામાં કરણી સેનાની રેલી વખતે પથ્થરમારો થયા બાદ તોફાન, માહોલ તંગ

0
157
gujarat-news/central-gujarat/communal-clashes-in-vadodara-during-a-procession-of-maharana-pratap-taken-out-by-karni-sena
gujarat-news/central-gujarat/communal-clashes-in-vadodara-during-a-procession-of-maharana-pratap-taken-out-by-karni-sena

વડોદરામાં કરણી સેનાએ શનિવારે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સરઘસરૂપે બાઇક રેલી કાઢી હતી, જે દરમિયાન કથિત રીતે એક જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા માહોલ ઉગ્ર બની ગયો હતો. શનિવારે ન્યાયમંદિર નજીક દુધવાલા મહોલ્લા વિસ્તાર, એમજી રોડ વિસ્તારમાં બાઇક રેલી દરમિયાન એક જૂથ દ્વારા બાઇક રેલી પર પથ્થરમારો કરવામાં આવતા હિંસા ભડકી હતી. હિંસા દરમિયાન ટોળાએ રસ્તાની બાજુ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. બીજી તરફ પોલીસને આ વિશે જાણ થતાં તે ત્યાં પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે ટિયર ગેસના બે સેલ પણ છોડ્યા હતા.