વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં ITના દરોડા, વાંધાજનક દસ્તાવેજો કર્યાં જપ્ત

0
22
news/MGUJ-VAD-HMU-NL-income-tax-department-red-on-deepak-nitrate-in-vadodara-gujarati-news-5982121-PHO.html?ref=ht
news/MGUJ-VAD-HMU-NL-income-tax-department-red-on-deepak-nitrate-in-vadodara-gujarati-news-5982121-PHO.html?ref=ht

કેમિકલનું ઉત્પાદન કરતી નંદેસરી સ્થિત દીપક નાઇટ્રેટ કંપની તેની ઓફિસો, કંપનીના માલિકોના નિવાસ સ્થાનો, ગેસ્ટ હાઉસ સહિત 8 સ્થળોએ આવકવેરા વિભાગે આજે દરોડા પાડ્યા હતા. પોલીસ કાફલા સાથે આજે સવારથી મુંબઇ અને સુરત આવકવેરા વિભાગની ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીની દેશવ્યાપી ઓફિસોમાં પણ આઇ.ટી. વિભાગે દરોડા પાડ્યા હોવાની વિગતો સાંપડી છે.

વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં ITના દરોડા, વાંધાજનક દસ્તાવેજો કર્યાં જપ્ત

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઇ અને સુરત આવકવેરા વિભાગ દ્વારા આજે વડોદરા નજીક આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે કંપની, કંપનીની છાણી રોડ ઉપર આવેલી ઓફિસ ઉપરાંત કંપનીના માલિકોના નિવાસ સ્થાનો, ગેસ્ટ હાઉસો સહિત 8 સ્થળોએ સામૂહિક દરોડાની કામગીરી હાથ ધરી હતી.

આવકવેરા વિભાગે દરોડાની કામગીરી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ઉત્પાદન તેમજ વેચાણની વિગતો, એક્સપોર્ટ અંગેની માહિતી સહિત વિવિધ વિગતો મેળવી છે. દરોડાની કામગીરી દરમિયાન મોટા પાયે બિનહિસાબી કાળું નાણું બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આજે સવારે દીપક નાઇટ્રેટ કંપનીમાં આવકવેરાના દરોડા પડતા નંદેશરી ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.