વડોદરા: નવમા ધોરણના વિદ્યાર્થીની ઘાતકી હત્યા, હત્યારો સ્કૂલનો જ સ્ટૂડન્ટ હોવાની શંકા

0
150
central-gujarat/student-found-murdered-in-a-school-in-baranpura-area-of-vadodara-
central-gujarat/student-found-murdered-in-a-school-in-baranpura-area-of-vadodara-

સંસ્કાર નગરી વડોદરામાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી ઘાતકી હત્યા કરાઈ છે. પોલીસને શંકા છે કે હત્યારો સ્કૂલમાં જ ભણનારો કોઈ વિદ્યાર્થી છે. બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી સ્કૂલની આ ઘટનામાં વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સ્કૂલના ટોઈલેટમાંથી મળી આવ્યો હતો.

મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનભાઈ તડવી હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ વિદ્યાર્થીને પેટ તેમજ ગળામાં ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા, એટલું જ નહીં, તેનું માથું પણ દીવાલ પર પછાડવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે દેવનો ક્ષતવિક્ષત મૃતદેહ જોયો ત્યારે તે પણ ચોંકી ઉઠી હતી. પોલીસને સ્કૂલની બાજુમાં આવેલા મંદિરના ધાબેથી એક સ્કૂલ બેગમાંથી ચાકૂ પણ મળ્યું છે.વિદ્યાર્થીનું મર્ડર થયાના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળાં સ્કૂલમાં ઉમટી પડ્યા હતા. સ્થિતિ એ હદે બેકાબૂ બની ગઈ હતી કે, લોકોનાં ટોળાંને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, પોતાના દીકરાનો મૃતદેહ જોઈને દેવના વાલી પણ ભાંગી પડ્યા હતા.એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મૃતક વિદ્યાર્થીનો થોડા દિવસો પહેલા જ સ્કૂલના કેટલાક સ્ટૂડન્ટ્સ સાથે ઝઘડો થયો હતો. આ માહિતીના આધારે પોલીસે ઝઘડો કરનારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરી છે. એક બેગમાંથી ચાકૂ પણ મળી આવતા હત્યારા પહેલાથી જ દેવની હત્યા કરવાનું નક્કી કરી સ્કૂલમાં આવ્યા હશે તેમ પણ પોલીસ માની રહી છે