વડોદરા: નાગરવાડા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં કોર્પોરેશન દ્વારા થયેલા દબાણ નડતરરૂપ

0
14
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં 18 મીટરનો રસ્તો બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. તે કામગીરી તાજેતરમાં કરવામાં આવી હતી.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં 18 મીટરનો રસ્તો બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. તે કામગીરી તાજેતરમાં કરવામાં આવી હતી.

વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 મીટરનો રસ્તો બનાવવાની કામગીરીને ધ્યાનમાં રાખી ગેરકાયદે દબાણો હટાવ્યા હતા. પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા અંગે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ સુધી મામલો પહોંચ્યો હતો અને તે હટાવવા જણાવ્યું હતું. છતાં પણ આજ દિન સુધી કોર્પોરેશને તે દબાણ હટાવ્યા નહીં અને રસ્તો બનાવી દીધો હતો જેથી વિવાદ સર્જાયો છે.વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં 18 મીટરનો રસ્તો બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. તે કામગીરી તાજેતરમાં કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખી 30 જેટલા ગેરકાયદે દબાણો પણ હટાવવામાં આવ્યા હતા તેમ છતાં 18 મીટરનો પહોળો રસ્તો આ વિસ્તારમાં થઈ શક્યો ન હતો. કારણ કે કોર્પોરેશન અને પોતે જ બે જગ્યાએ દબાણો કરેલા છે.નાગરવાડાથી ભુતડીજાપા જીવન સાધના શાળા સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી થઈ પરંતુ કોર્પોરેશન અને પોતે પાણીના પ્રેશર માટે બુસ્ટર લગાવ્યું હતું અને તેની પતરાની કેબીન જે રસ્તામાં નડતરરૂપ હતી તે કેબીન અને તેનાથી થોડે દૂર મંદિર પાસે વધુ એક મીટર મુકવા માટેની કેબીન બનાવવામાં આવી હતી. આ બુસ્ટર રસ્તા પર દબાણ કરીને બનાવ્યું હતું જેથી શાળાના બાળકો અને સ્થાનિક રહીશોને નડતર રૂપ થતું હતું. જેને કારણે એક શિક્ષક એ મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી હતી અને આ બુસ્ટર હટાવવા રજૂઆત કરતાં આખરે આ બુસ્ટર હટાવવા માટે કોર્પોરેશનના સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશને ફતેપુરા માં આવેલા તેમના વ્હિકલ પુલ વિભાગ ખાતે ખસેડવાનું નક્કી થયું હતું પરંતુ તે કામગીરી પણ અધુરી મૂકી દેવામાં આવી છે અને હાલમાં જે બુસ્ટર છે તેનું દબાણ અને અન્ય એક કેબીન જે ઊભી કરેલી છે તે યથાવત રાખી રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો.નાગરવાડા વિસ્તારમાં તારીખ 17 ના રોજ નાગરિકો દ્વારા થયેલા દબાણ હટાવીને કોર્પોરેશને 18 મીટરનો રોડ બનાવવા માટેની વાત કરે છે. પહેલાં પણ આ રોડ અઢાર મીટરનો રોડ હતો પરંતુ ધીમે ધીમે લોકો દ્વારા થયેલા દબાણ ગેરકાયદે બાંધકામોનોના કારણે રોડ બહુજ સાંકળો થઈ ગયો હતો. હાલમાં કૉર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી ત્યારે નાગરિકો એ સ્વેછાએ દબાણો હટાવી દીધા હતા પરંતુ કોર્પોરેશને મુખ્યમંત્રી ઓનલાઇન પર બુસ્ટર અને અન્ય એક કેબીનનું દબાણ હટાવી દેવા બાહેંધરી આપી હતી.