વાયુવીર વિંગ કમાન્ડર ‘અભિનંદન’નું દેશમાં સ્વાગત

0
61
Wing Commander Abhinandan Varthaman walks towards the Attari border from the Pakistani side
Wing Commander Abhinandan Varthaman walks towards the Attari border from the Pakistani side
Wing Commander Abhinandan Varthaman walks towards the Attari border from the Pakistani side

ભારે ઉત્સુકતા-ઉત્સાહ વચ્ચે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત | અભિનંદનને ભારતને સોંપવામાં કલાકોનો વિલંબ થતાં ઉત્તેજના હતી । અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને મોડી રાત્રે વિંગ કમાન્ડરને સુપ્રત કરાતા રાહતનો દમ લેવાયો ઃ અનેક પ્રકારના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઇ

“Good To Be Back”: Pilot Abhinandan Varthaman, Captured By Pak, Returns

નવ દિલ્હી,તા. ૧
પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન આજે આખરે મોડી રાત્રે ભારત પહોંચતા દેશના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતં. સવારથી જ અભિનંદનની વાપસીને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી. સવારથી જ વાઘા સરહદ ઉપર દેશના લોકો અભિનંદનના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા પરંતુ તેમની ભારત વાપસીમાં વિલંબ થતાં લોકોની ચિંતા પણ વધી રહી હતી. જા કે, આખરે ૮.૫૦ વાગ્યા બાદ અભિનંદનની વાપસી થઇ હતી. પાકિસ્તાન અધિકારીઓનો કાફલો વાહનોમાં અભિનંદનને લઇને વાઘા સરહદે પહોંચ્યો હતો. અભિનંદનની વાપસી બાદ જુદી જુદી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જેમાં મેડિકલ તપાસનો સમાવેશ થાય છે. અભિનંદનના સ્વાગત માટે વાઘા સરહદ ુપર લોકોની સાથે સાથે અધિકારીઓ પણ પહોંચ્યા હતા. પાકિસ્તાનના યુદ્ધ વિમાનની સાથે ઝડપ દરમિયાન પાકિસ્તાનમાં પડી ગયેલા મિગ-૨૧ના પાયલોટ અભિનંદનના પરિવાર સેના સાથે જાડાયેલા છે. પરિવારના સભ્યો આર્મી અને એરફોર્સમાં પહેલાથી જ સામેલ રહ્યા છે. વિંગ કમાન્ડરને પાકિસ્તાને મુક્ત કરવાની જાહેરાત કર્યા બાદથી જ ભારતમાં તેના સ્વાગત માટે ઉત્સુકતા હતી. ભારત અને વિશ્વના દેશોના તીવ્ર દબાણ સમક્ષ ઝુંકી જઇને આખરે અભિનંદનને છોડી મુકવા પાકિસ્તાને તૈયારી દર્શાવી હતી. આજે બપોર બાદ તેઓ અટારી સરહદ મારફતે ભારત પહોંચનાર હતા પરંતુ સમય ખોરવાતા લોકોની ચિંતા વધી ગઈ હતી. હવાઇ અથડામણ દરમિયાન વિંગ કમાન્ડર તેમનુ વિમાન તુટી પડ્યા બાદ પેરાશુટ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ફંગોળાઇ જઇને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલાના પ્રયાસ કર્યા ત્યારે ભારતીય જેટે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન ભારતનું એક મિગ વિમાન તુટી પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન ખરાબ હવામાનના કારણે પવનના લીધે પાકિસ્તાન પહોંચી ગયા હતા.
પેરાશૂટથી વિંગ કમાન્ડર કુદી ગયા ત્યારે ભારતના બદલે પાકિસ્તાનમાં નીચે ઉતરતા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. ત્યારબાદથી Âસ્થતિ વિસ્ફોટક બનેલી હતી. આખરે વિંગ કમાન્ડરને લઇને જારદાર દબાણ પાકિસ્તાન ઉપર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદથી Âસ્થતિ ઝડપથી બદલાઈ રહી હતી. બંને દેશો વચ્ચે Âસ્થતિ વિસ્ફોટક પણ બની રહી હતી. યુદ્ધ જેવું વાતાવરણ થઇ ગયું હતું. પાકિસ્તાનને એવો ભય પણ હતો કે, અભિનંદનને છોડાવવા માટે ભારત કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. ઇમરાન ખાનના સંબોધનમાં આ અંગેની દહેશત સ્પષ્ટપણે નજરે પડી હતી. અભિનંદનને કોઇ પણ શરત વગર ભારતે છોડાવી લેવામાં સફળતા મેળવી છે. અભિનંદનના પિતા સિમ્હાકુટ્ટી એરમાર્શલના હોદ્દાથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં તેઓ જાડાયા હતા. તેઓ ઇસ્ટર્ન એર કમાન્ડના હેડ રહી ચુક્યા છે જે ચીનની સામે અભિયાનની જવાબદારી સંભાળે છે. એરમાર્શલ સિમ્હાકુટ્ટી વર્તમાન ફાઇટર પાયલોટ તરીકે ૧૯૭૩માં હવાઈ દળમાં જાડાયા હતા.