વારાણસીથી મોદી સામે ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી

0
9
Priyanka Gandhi must take Modi head-on in Varanasi
Priyanka Gandhi must take Modi head-on in Varanasi

નવી દીલ્હી:
હાલ દેશમાં લોકસભા ચૂંટણીને લઇને રેલી અને રોડ શોનો માહોલ છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વડા વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડશે.
અમેઠીના કોંગ્રેસ એમએલસી દિપક સિંહે કહ્યું કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડશે. તેઓએ કહ્યું કે પ્રિયંકા હવે વારાણસીમાં ડેરો જમાવશે. વારાણસી પીએમ મોદીની સીટ છે અને તેઓ વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે દિપક સિંહ પ્રિયંકા ગાંધીના નજીકના વ્યક્તિઓમાંથી એક છે. એવામાં તેમનું આ નિવેદન નોંધનીય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં સામેલ થયા બાદથી પ્રિયંકા ગાંધીને લોકોનો ભારે સપોર્ટ મળી રહ્યો છે. તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી રોજ ચૂંટણી પ્રચાર અને રોડ શો યોજી રહી છે. એવામાં પીએમ મોદી સામે ચૂંટણી લડશે તો વારાણસીમાં રસાકસીની જંગ જોવા મળી શકે છે. જો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.