વાળીનાથ અખાડાના બળદેવગીરી બાપુની તબિયત લથડતા રબારી સમાજના ભક્તોમાં ચિંતા

0
4
મહંત બળદેવગીરી બાપુની તબિયત લથડતાં અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને જ્યાંથી હાલ તરભ લવાયા છે.
મહંત બળદેવગીરી બાપુની તબિયત લથડતાં અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને જ્યાંથી હાલ તરભ લવાયા છે.

અમદાવાદ : સમસ્ત રબારી સમાજના મહંત બળદેવગીરી બાપુની તબિયત લથડતા તેમના ભક્તોમાં ચિંતાના વાદળો છવાયા છે. સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વિસનગરના તરભના વાળીનાથ અખાડાના બળદેવગીરી બાપુ મહંત છે. ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તરભ પહોચી મહંતની તબિયત પૂછી હતી. છેલ્લા 3 દિવસથી તરભના મહંતની તબિયત નાતંદુરસ્ત છે.તમને જણાવીએ કે, સમગ્ર રબારી સમાજમાં મહંતનું મોટું નામ છે તેવા તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગીરી બાપુના દર્શને બેસતું વર્ષ અને ગૂરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.મહંત બળદેવગીરી બાપુની તબિયત લથડતાં અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને જ્યાંથી હાલ તરભ લવાયા છે. બાપુ બીમાર હોવાની જાણ થતાં સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા.