વિદેશી યુવતી સાથે ઘરમાં જ રંગરેલિયા માણી રહ્યો હતો પતિ, પત્નીએ રંગેહાથ ઝડપ્યાં

0
414
crime/wife-caught-husband-with-foreign-girl
crime/wife-caught-husband-with-foreign-girl

શહેરના શિવરંજની ખાતે આવેલા સાથ સંગાત એપાર્ટમેન્ટમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની જ પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પત્નીએ પોલીસને સાથે રાખી રેડ કરતાં પતિનો ભાંડો ફૂટી ગયો હતો. યુવતી થાઇલેન્ડની હોવાનું સામે આવી રહ્યું છે.સ્થાનિક ચેનલના અહેવાલ મુજબ દંપતી દસ વર્ષ પહેલા એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતા અને બે વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. હાલ તેમને 13 મહિનાનું બાળક પણ છે. ચાર મહિના પહેલા પત્ની અને પતિ વચ્ચે તકરાર પત્ની તેના પિયરમાં જતી રહી હતી. પતિ ડ્રગ્સ અને દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરતો હતો. પત્નીએ આ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે તેના પતિના અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ છે.ગઈ કાલે રાત્ર શિવરંજની ખાતે આવેલા સાથ સંગાથ એપાર્ટમેન્ટમાં રહેતા બિઝનેસમેનના ઘરે તેની જ પત્ની પોલીસને લઈને પહોંચી ગઈ હતી. જ્યાં પતિ વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણતો ઝડપાઈ ગયો હતો. વિદેશી યુવતી સાથે બિઝનેસમેન પતિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતોપત્નીનો આરોપ છે કે તેનો પતિ છેલ્લા ચાર મહિનાથી આ વિદેશી યુવતીના સંપર્કમાં હતો અને તેની સાથે આડા સંબંધો ધરાવે છે. આ પહેલા પણ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પતિ રંગેહાથે ઝડપાયા બાદ આ કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે