વિરાટ કોહલી 30 વર્ષનો થયો, ગત 30 મહિનામાં ટેસ્ટ-વન ડેમાં ફટકારી 26 સદી

0
41
PO-IFTM-virat-kohli-birthday-turn-30-last-30-month-odi-and-test-combined-26-century-gujarati-news-5978696-NOR.html?ref=ht
PO-IFTM-virat-kohli-birthday-turn-30-last-30-month-odi-and-test-combined-26-century-gujarati-news-5978696-NOR.html?ref=ht

વિરાટ કોહલી 5 નવેમ્બર 2018માં 30 વર્ષનો થઇ ગયો છે. છેલ્લા 30 મહિનાના પ્રદર્શનની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના આ કેપ્ટને આ દરમિયાન કેટલીક સિદ્ધિ પોતાના નામે કરી છે. જેમાં વન ડેમાં સૌથી ઝડપી 9 હજાર રન અને 10 હજાર રનના આંકડાને પાર કરવો પણ સામેલ છે. વિરાટે ગત અઢી વર્ષમાં 96 ટેસ્ટ, વન ડે અને ટી-20 રમી છે. આ દરમિયાન તેને 26 સદીની મદદથી 6818 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 351 ટેસ્ટ, વન ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેની 62 સદી છે.

ગત એક વર્ષમાં વિરાટે 75+ની એવરેજથી રન બનાવ્યા

વિરાટે છ મે 2016થી અત્યાર સુધી 32 ટેસ્ટ રમી છે. જેમાં તેને 69.52ની એવરેજથી 3337 રન બનાવ્યા છે. વિરાટે 13 વખત 100થી વધુનો સ્કોર કર્યો છે. ગત એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

– વિરાટ કોહલી બાદ ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ છે. સ્મિથે 23 ટેસ્ટની 42 ઇનિંગમાં નવ સદી ફટકારી છે, તેને 63.43ની એવરેજથી 2347 રન બનાવ્યા છે. તે બાદ ચેતેશ્વર પૂજારા છે. પૂજારાએ 32 ટેસ્ટમાં 8 સદી ફટકારી છે, તેને 51.77ની એવરેજથી 2485 રન બનાવ્યા છે.

વન ડેમાં સદી ફટકારવા મામલે પણ ટોપ પર

– ગત અઢી વર્ષમાં વન ડેમાં સદી ફટકારવા મામલે પણ વિરાટ કોહલી ટોપ પર છે, તેને 45 વન ડેની 45 ઇનિંગમાં 13 સદી ફટકારી છે. આ દરમિયાન તેને 97.41ની એવરેજથી 3020 રન બનાવ્યા છે. બીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિત શર્માએ 45 વન ડેની 45 ઇનિંગમાં 11 સદી ફટકારી છે, તેના 66.10ની એવરેજથી 2446 રન છે.

– વિરાટ અને રોહિત બાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. વોર્નરે 35 વન ડેની 35 ઇનિંગમાં 9 સદી ફટકારી છે, તેને 54.72ની એવરેજથી 1806 રન બનાવ્યા છે, તે બાદ પાકિસ્તાનનો બાબર આઝમ છે. બાબરના નામે 42 વન ડેની 40 ઇનિંગમાં 8 સદી છે, તેને 53.15ની એવરેજથી 1754 રન બનાવ્યા છે.

– ગત 30 મહિનામાં વિરાટ માત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં પોતાની ક્ષમતાના આધારે પ્રદર્શન કરી શક્યો નથી. આ દરમિયાન તેને 19 ટી-20 મેચ રમી છે. જેમાં 30.73ની એવરેજથી 461 રન બનાવ્યા છે. વિરાટનો હાઇએસ્ટ સ્કોર 82 રનનો રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

અઢી વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ-5માં 2 ભારતીય

ખેલાડી દેશ મેચ સદી રન
વિરાટ કોહલી ભારત 96 26 6818
રોહિત શર્મા ભારત 79 14 3829
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 67 14 3822
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 59 12 3696
જો રૂટ ઇંગ્લેન્ડ 96 10 5440
જોની બેરિસ્ટો ઇંગ્લેન્ડ 85 10 4325