વેપારીએ પાંચ માળની હોટેલથી કૂદી આપઘાત કરતાં અરેરાટી વ્યાપી

0
10

વાપીના ટાઉનમાં આવેલી પાંચ માળની મહારાજા હોટેલમાં એક વેપારીએ પાંચમા માળથી કૂદીને આત્મહત્યા કરી છે. વેપારી એક કલાકથી ઇમારત પરથી નીચે કૂદવા માટે ઊભો હતો ત્યારે વેપારીના નીચે કૂદવાનાં લાઇવ દૃશ્યો કૅમેરામાં કેદ થયાં હતાં. એક કલાક સુધી લોકોએ પોતાના મોબાઇલથી વેપારીના કૂદતા સમયની ક્ષણોનો વ‌િડિયો બનાવ્યો હતો. જોકે વેપારી એક કલાકથી બિલ્ડિંગ પર ઊભો હતો અને આ વિશે ફાયર વિભાગને જાણ કરવા છતાં ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યો એ વિશે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

જે વેપારીએ હોટેલ પરથી નીચે ઝંપલાવ્યું છે તે એ જ હોટેલમાં રહેતો હતો. જોકે વેપારીએ કયાં કારણોસર આત્મહત્યા કરી છે એનું કારણ હજી જાણી શકાયું નથી. આ ઘટના વાપી ટાઉન પોલીસ મથક સામે બની હતી. પોલીસ મથકના સામે અપાર્ટમેન્ટ આવેલો છે જેમાં આ હોટેલ આવેલી છે. વેપારીની કૂદવાની ક્ષણો જોઈને સ્થાનિક લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.