વેસ્ટઈન્ડિઝ સામે ભારતની 43 રને હાર, વિરાટ કોહલી સતત ત્રણ મેચમાં સદી કરવાવાળો પહેલો ભારતીય ખેલાડી

0
20
ews/SPO-HDLN-india-westindies-3rd-odi-in-pune-live-and-updates-gujarati-news-5974778.html?ref=ht
ews/SPO-HDLN-india-westindies-3rd-odi-in-pune-live-and-updates-gujarati-news-5974778.html?ref=ht

વેસ્ટઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 283 રન બનાવી, ભારતને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલાં વેસ્ટઈન્ડિઝ સામે ભારતે ટોસ જીત્યાં બાદ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં 50 ઓવરમાં 10 વિકેટના નુકશાને 240 રન બનાવીને 43 રને હાર મળી છે. રોહિત શર્મા 8 રન, શિખર ધવન 35 રને,અંબાતી રાયડુ 22 રને, રીષભ પંત 24 રને, એમ.એસ ધોની 7 રને, વિરાટ કોહલી 107 રન અને ભુવનેશ્વર કુમાર 10 રને બનાવીને આઉટ થયા છે. કુલદીપ યાદવ 12 અને કે. ખલીલ અહમદ 2 રને ક્રીઝ પર રમી રહ્યા છે.

ભારત તરફથી પ્રથમ બંને વિકેટ ટીમમાં પુનરાગમન કરનાર જસપ્રીત બુમરાહને મળી હતી. કિરન પોવેલ 21 રને રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો તો ચંદ્રપૌલ હમેરાજ 15 રને ધોનીને કેચ આપી બેઠો હતો. તો માર્લોન સેમ્યુઅલ્સ 9 રને ખલીલ અહેમદની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો. કુલદીપ યાદવને પણ બે વિકેટ મળતાં, શિમરોન હેટમેયરને ધોનીના હાથે 37 રને આઉટ કર્યો જ્યારે રોવમેન પોવેલને માત્ર 4 રને રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તો જેસન હોલ્ડર 32 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ફેબિયન એલન યુજવેન્દ્ર ચહલની બોલિંગમાં 5 રને રૂષભ પંતના હાથે કેચ આઉટ થયો છે. શાહી હોપ સેન્ચુરી મારતાં ચૂક્યો હતો અને 95 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો.

ભારત સીરીઝમાં 1-0થી આગળ છે. જ્યારે એક વનડે મેચ ટાઈ થઈ હતી. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વખત સામસામે છે. આ પહેલાં ભારતીય ટીમ અહીં ત્રણ મેચ રમી ચુક્યું છે જેમાં એક વખત હાર મળી છે. જ્યારે છેલ્લી બંને મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ મુકાબલાને જીતીને સીરીઝમાં બઢત મેળવવા માગે છે.

પુણેમાં કોહલી સૌથી સફળ બેટ્સમેન

– આ સ્ટેડિયમમાં સૌથી વધુ રન કોહલીએ બનાવ્યાં છે. તેને ત્રણ મુકાબલામાં 70.66ની રન રેટથી 212 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેને એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી છે. વર્તમાન ટીમમાં રહેલાં ખેલાડીઓમાં શિખર ધવન બીજા નંબરે છે. તેને પણ ત્રણ મુકાબાલ રમ્યાં છે જેમાં એક હાફ સેન્ચુરીની મદદથી કુલ 76 રન બનાવ્યાં છે.

બુમરાહએ લીધી છે સૌથી વધુ વિકેટ

– આ મેદાન પર જો સૌથી સફળ બોલર હોય તો તે છે જસપ્રીત બુમરાહ. તેને બે મેચમાં સૌથી વધુ ચાર વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહ પછી ભુવનેશ્વર કુમારે બે મેચમાં 3 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે બે વનડે પછી ભારતીય ટીમમાં બુમરાહ-ભુવનેશ્વર પરત ફર્યાં છે. એવામાં પુણેના મેદાનમાં બંને ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને જીતાડવાનો પ્રયાસ કરશે.

પુણેમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

વર્ષ હરીફ ટીમ પરિણામ
2017 ન્યૂઝીલેન્ડ ભારત 6 વિકેટે જીત્યું
2017 ઈંગ્લેન્ડ ભારત 3 વિકેટે જીત્યું
2013 ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા 72 રને જીત્યું
ફાસ્ટ બોલર ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ

– ફાસ્ટ બોલર્સમાં 3 વિકેટ મેળવી શમી ભલે જ ટીમમાંથી બહાર થયો હોય, પરંતુ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હજુ સુધી મોંઘો જ સાબિત થયો છે.
– યાદવે ગત બે મેચમાં 142 રન આપીને માત્ર 1 જ વિકેટ લીધી છે.
– સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ઘણાં અંશે સફળ રહ્યાં છે.
– ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી છે, જ્યારે ચાઈનામેન કુલદીપે એક મેચમાં 3 વિકેટ મેળવી છે.

ધવન પર રહેશે નજર

– ઓપનર શિખર ધવને ગત મહિને એશિયા કપમાં સર્વાધિક રન બનાવ્યાં હતા. પરંતુ વિન્ડિઝ વિરૂદ્ધ પહેલી બંને વનડેમાં તે ફેલ રહ્યો છે.
– પહેલી મેચમાં 4 અને બીજી મેચમાં સારી શરૂઆત છતાં 29 જ રન બનાવ્યાં હતા.
– વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ધવનની સરેરાશ છેલ્લી પાંચ મેચમાં ખરાબ જ રહી છે. તેને આ દરમિયાન 8.8ની રન રેટથી 44 રન જ બનાવ્યાં છે.

ભારતઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રૂષભ પંત, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, મનીષ પાંડે

વેસ્ટઈન્ડિઝઃ
જેસન હોલ્ડર (કેપ્ટન), શિમરોન હેટમાયર, શાઇ હોપ, એશ્લે નર્સ, કીમો પોલ, રોવમન પોવેલ, કેમર રોચ, માર્લોન સેમ્યુઅલ્સ, ફેબિયન એલન, ચંદ્રપોલ હેમરાજ, ઓશાને થોમસ, ઓવેડ મેકોય, કાઈરન પોવે