વ્યવસ્થિત વાંચી પણ નહોતી શકતી લૈલા, CBSEમાં ડિસ્ટિંક્શન

0
246
education/dyslexia-student-laila-scored-75-percent-in-cbse
education/dyslexia-student-laila-scored-75-percent-in-cbse

આમિર ખાનની ફિલ્મ તારે ઝમીન પર કોણે નહીં જોઈ હોય? આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી એક વિદ્યાર્થીના સંઘર્ષની સ્ટોરી દરેકને અત્યંત પસંદ આવી હતી. માત્ર ફિલ્મમાં જ નહીં, રિયલ લાઈફમાં પણ ઘણાં એવા વિદ્યાર્થીઓ હોય છે જે આવી બીમારીઓથી પીડાતા હોય છે, પરંતુ હાર માનવાને બદલે મહેનત કરીને સફળતા મેળવતા હોય છે. આવી જે એક વિદ્યાર્થી છે અમદાવાદના બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતી લૈલા કલ્યાણવાલા.મંગળવારના રોજ જ્યારે CBSEનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે લૈલા અને તેને આખા વર્ષ દરમિયાન સપોર્ટ કરનારા લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. લૈલા માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો શીખવા ઘણાં મુશ્કેલ સાબિત થતા હતા. પરંતુ તેણે પરીક્ષામાં 75 ટકા માર્ક્સ મેળવ્યા.લૈલાએ પોતાના ફેવરિટ વિષય પેઈન્ટિંગમાં પૂરા 100 માર્ક્સ મેળવ્યા. લૈલા કહે છે કે, મેં મારી પેઈન્ટિંગમાં પૃથ્વીના બે પાસા બતાવવાનો પ્રયત્ન કર્યો, એક જેમાં ગ્રીનરી હતી અને બીજામાં પ્રદૂષણ. ITમાં મને થોડી તકલીફ પડી હતી પરંતુ હું પાસ થઈ ગઈ તેમાં. હું આગળ જઈને ફેશન ડિઝાઈનર બનવા માંગુ છુ.લૈલાની માતાના નિધન પછી તેના પિતાએ જ તેની દેખરેખ રાખી છે. તેના પિતા કહે છે કે, તે નાની હતી હતી ત્યારથી જ તેના આ પ્રોબ્લમ વિષે મને ખબર પડી ગઈ હતી. પરંતુ અમે ખાસ ધ્યાન રાખ્યું કે તેના ભણતરમાં કચાશ ન રહે. તેને વાંચવામાં પણ તકલીફ થતી હતી, પરંતુ તેના ટીચર્સના સપોર્ટને કારણે તે સારું રિઝલ્ટ મેળવી શકી