‘શકીલા’ ફિલ્મમાં રિચા ચઢ્ઢાનો દેખાવ ક્યાંક હોશ ન ઉડાવી દે…

0
9
આશા છે કે એ લોકોની જિંદગીમાં હાસ્ય અને મનોરંજન લઇને આવશે અને આ બેહદ નિરાશાજનક વર્ષ ખુશી સાથે ખતમ થશે.’
આશા છે કે એ લોકોની જિંદગીમાં હાસ્ય અને મનોરંજન લઇને આવશે અને આ બેહદ નિરાશાજનક વર્ષ ખુશી સાથે ખતમ થશે.’

છેલ્લા કેટલાક સમયથી રિચા ચઢ્ઢાની આવનારી ફિલ્મ ‘શકીલા’ ઘણી ચર્ચામાં છે. અંતે આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણી ભાષાઓમાં બનેલી આ ફિલ્મ ક્રિસમસ વખતે રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મ સત્યઘટનાઓ પર આધારિત છે અને તેમાં તમને નેવુંના દાયકાનો સમય દેખાડવામાં આવશે. જેમાં રિચા ચઢ્ઢાનો દેખાવ એક વિષયાક્ત અભિનેત્રીનું પાત્ર નિભાવતો જોવા મળશે.

પોતાની ફિલ્મના આ પાત્ર વિશે વાત કરતાં રિચાએ કહ્યું કે, ‘મને ખુશી છે કે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. આશા છે કે એ લોકોની જિંદગીમાં હાસ્ય અને મનોરંજન લઇને આવશે અને આ બેહદ નિરાશાજનક વર્ષ ખુશી સાથે ખતમ થશે.’ તેણે પોતાના પાત્ર વિશે વધુમાં બોલતાં જણાવ્યું કે શકીલા એ એક એવી મહિલાની વાર્તા છે જે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત હતી અને એ જોવું રસપ્રદ થઇ રહેશે કે બોલીવૂડમાં તેને કેવી રીતે જોવામાં આવે છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી સિવાય મલયાલી અભિનેતા રાજીવ પિલ્લઇ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.