શાકમાં તેલ વધારે હતું, પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ભર્યું આટલું મોટું પગલું

0
461
women-sucide-after-clash-with-husband-in-indore-mp
women-sucide-after-clash-with-husband-in-indore-mp

જમતી વખતે શાકમાં તેલ વધારે હોવાની બાબતે દંપતી વચ્ચે વિવાદ થયો. આવેશમાં આવીને મહિલાએ રાત્રે પતિ અને પુત્રીના ઊંઘ્યા બાદ ફાંસી લગાવી લીધી. જૂની ઈંદોર પોલીસ અનુસાર મૃતક (23) અમન વર્ગીય જબરન કૉલોનીમાં રહેતી હતી. મંગળવારે સવારે મહિલાની ડેડબોડી પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. દંપતીને દોઢ વર્ષની છોકરી પણ છે.પૂછપરછમાં મૃતક મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે, સોમવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે 11.30 વાગ્યે ઝઘડો થયો હતો. પત્નીએ જમવામાં સેવ-ટામેટાનું શાક બનાવ્યું હતું જેમાં તેલ વધારે હોવાને કારણે પતિએ પત્નીને ઠપકો આપ્યો અને બંને વચ્ચે વિવાદ થયો. વિવાદ બાદ બંને જમ્યા વિના જ ઊંઘી ગયાપતિએ વધુમાં કહ્યું કે, જ્યારે તે રાત્રે 12.30ની આસપાસ જાગ્યો ત્યારે તેણે જોયું કે, પત્ની ફાંસીએ લટકેલી હતી. તે પહેલા તેને આનંદ હોસ્પિટલ લઈ ગયો. હાલત ગંભીર હોવાને કારણે ચોઈથરામ રિફર કરવામાં આવ્યું. તપાસ બાદ ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી