શાકા લાકા બૂમ બૂમનો સંજુ હૉરર-થ્રિલર શો લાલ ઇશ્ક

0
117

ઝી ગ્રુપની ચૅનલ ‘એન્ડ ટીવી’ પર ચાલી રહેલી રોમૅન્ટિક હૉરર ટેલિવિઝન સિરીઝ ‘લાલ ઇશ્ક’માં કિંશુક વૈદ્ય દેખાશે.

કિંશુક વૈદ્ય એટલે એ જ અભિનેતા જે ૧૭ વર્ષ પહેલાં આવતી અને બાળકોમાં અત્યંત જાણીતી થયેલી સિરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’નો મુખ્ય પાત્ર સંજુ બનેલો.

ત્યાર પછી કિંશુકે યે હૈ આશિકી, પ્યાર તુને ક્યા કિયા, વો અપના સા, કર્ણ સંગિની અને જાત ન પૂછો પ્રેમ કી સહિતની સિરિયલ્સ કરી.

હવે તે હૉરર થ્રિલર ‘લાલ ઇશ્ક’માં દેખાશે.

આ સુપરનૅચરલ શોમાં દર એપિસોડદીઠ નવાં-નવાં પાત્રો જોવા મળે છે, જેમાં કિંશુક વૈદ્ય દેખાશે.

તેની સાથે નાગીન 2, સસુરાલ સિમરન કા, કૌન હૈ કસૌટી ઝિંદગી કી સિરિયલમાં દેખાયેલી મોનિકા શર્મા હશે.