શાહરૂખ ખાનને ફિલ્મમાં જાવા માટે ચાહક તૈયાર છે

0
11

મુંબઇ,તા. ૩૦
શાહરૂખ ખાને વર્ષ ૨૦૧૮માં આવેલી જીરો ફિલ્મ બાદ કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. આ જીરો ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જીરો સાબિત થઇ હતી. શાહરૂખની પણ છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ રહી છે. જીરો બાદ શાહરૂખખાનને મોટા પરદા પર જાવા માટે ચાહકો ઉત્સુક છે. શાહરૂખ પોતે પણ ફિલ્મમાં સફળતા હાથ ન લાગતા નિરાશ છે. પ્રાપ્ત માહિતી મુજબ શાહરૂખ ખાન ભલે હાલમાં પરદા પર નજરે પડી રહ્યો નથી પરંતુ તે હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વધારે ધ્યાન આપી રહ્યો છે. તે પોતાના પ્રોડક્શન બેનર રેડ ચિલી હેઠળ વેબ સિરિઝ બાર્ડ ઓફ બ્લડ બનાવી રહ્યો છે. જેમાં અભિનેતા તરીકે ઇમરાન હાશ્મી જાવા મળનાર છે. આ ઉપરાંત તે નેટ ફ્લક્સ સાથે પણ એક સમજુતી કરી ચુક્યો છે. જેમાં શાહરૂખની કંપની અને નેટÂફ્લક્સ બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. લાંબા સમયમાં શાહરૂખ ખાન કોઇ સારી ફિલ્મ આપી શક્યો નથી. શાહરૂખ અને આમીર ખાન બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી મોટી ફિલ્મમાં નજરે પડી રહ્યો નથી. કારણ કે બંને ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. હાલમાં એવી ચર્ચા પણ હતી કે શાહરૂખ ખાન રાકેશ શર્મા પર બનનાર ફિલ્મમાં કામ કરનાર છે. જા કે આ બાબત હવે ખોટી સાબિત થઇ રહી છે. શાહરૂખની લોકપ્રિયતા હજુ યથાવત છે પરંતુ ફિલ્મો તેની પણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી નથી. જીરો ફિલ્મ એકદમ ફ્લોપ સાબિત થઇ ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફની મુખ્ય ભૂમિકા હતી. સાથે સાથે અનુષ્કા શર્માની પણ ભૂમિકા હતી. શાહરૂખની સાથે એક ફિલ્મ કરવા માટે રાજુ હિરાની પણ આશાવાદી દેખાઇ રહ્યા છે. જા કે સસ્પેન્સ અકબંધ છે.