શિલ્પા શિરોડકર બની કોરોના વેક્સીન લગાવનારી પહેલી એક્ટ્રેસ

0
4
શિલ્પાનાં ચહેરા પર માસ્ક લાગેલું છે અને સાથે જ બાજુ પર નાની પટ્ટી બાંધેલી છે. આ સવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'વેક્સીનેટેડ અને સુરક્ષિત... આ ન્યૂ નોર્મલ છે.. 201 હું આવી રહી છું.'
શિલ્પાનાં ચહેરા પર માસ્ક લાગેલું છે અને સાથે જ બાજુ પર નાની પટ્ટી બાંધેલી છે. આ સવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'વેક્સીનેટેડ અને સુરક્ષિત... આ ન્યૂ નોર્મલ છે.. 201 હું આવી રહી છું.'

કોરોના વાયરસ થી લડવા માટે હવે વેક્સીનેશન શરૂ થઇ ગઇ છે. નવાં વર્ષમાંલોકોને આ ગિફ્ટ મળી છે. ભારતમાં પણ તેની હલચલ તેજ થઇ ગઇ છે. આપણે ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મોથી તેની પ્રતિભાનું પ્રદર્શન કરનારી એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પહેલી ભારતીયત એક્ટ્રેસ છે. જેને હાલમાં જ વેક્સીન લગાવી છે. શિલ્પા આમ તો મોટા પડદાથી લાંબા સમયથી ગૂમ છે પણ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. વેક્સીનેશન બાદ તેણે તેનો અનુભવ પણ શેર કર્યો છે.

શિલ્પા શિરોડકરએ તેની તસવીરોની સાથે આ માહિતી તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અને જણાવ્યું છે કે, કેવો અનુભવ થઇ રહ્યો છે.