સટ્ટાબજાર : ભારતીય ટીમ ફરીથી વિશ્વ વિજેતા બનશે

0
7
નવી દિલ્હી,તા. ૯ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા તરીકે રહેશે. સટ્ટાબજાર ્‌ દ્વારા આ અંગેની આગાહી કરવામાં આવી ચુકી છે. સટ્ટાબજારના જારદાર ભાવ ખુલી ગયા છે. ભારતીય ટીમને સટ્ટોડિયા ફેવરીટ ગણી રહ્યા છે. ભારત પર ૨.૮, ઇંગ્લેન્ડ માટે ત્રણ અને ઓસ્ટ્રેલિયા માટે ૩.૮નો ભાવ બોલાઇ રહ્યો છે. ન્યુઝીલેન્ડ માટે ૯.૫નો ભાવ છે.વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી છે જેમાં એકમાં તેની જીત થઇ છે. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ટીમ સાત વખત સેમિફાઇનલમાં પહોંચી છે જે પૈકી ત્રણ વખત જીત મળી છે. ૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧માં તેની જીત થઇ છે જ્યારે ૧૯૮૭, ૧૯૯૬, ૨૦૧૫માં હાર થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે ઓલ્ડટ્રેફર્ડ અથવા તો માનચેસ્ટર મેદાન ખાતે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે એક મેચ રમી છે. ૧૯૭૫માં રમાયેલી આ મેચમાં ભારતની હાર થઇ હતી. આ મેદાન પર ભારતે કુલ ૧૦ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત અને પાંચમાં હાર થઇ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાનની સામે ભારતે આજ મેદાન પર બનાવ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન આજ વર્લ્ડકપમાં બનાવ્યા છે. ડકવર્થ લુઇસ અનુસાર ભારતે આ મેચ ૮૯ રને જીતી લીધી હતી. રોહિત શર્મા આ મેદાન પર ભારત માટે સૌથી વધારે રન બનાવી ચુક્યો છે. બે મેચમાં તેના ૧૫૮ રન અને વેંકટેક્સ પ્રસાદની બે મેચમાં સૌથી વધુ સાત વિકેટ છે. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી ચુક્યો છે. તે કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્‌સમેન તરીકે રહ્યો છે. તેને હજુ પણ વધુ એક સદી ફટકારી દેવાની તક રહેલી છે. વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી આઠ મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. એક મેચનુ પરિણામ આવી શક્યુ નથી. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. ભારતીય ટીમ પર સટ્ટાબજાર દ્વારા ૨.૮નો ભાવ આપ્યો.
ભારતીય ટીમ પર સટ્ટાબજાર દ્વારા ૨.૮નો ભાવ આપ્યો

નવી દિલ્હી,તા. ૯
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા તરીકે રહેશે. સટ્ટાબજાર ્‌ દ્વારા આ અંગેની આગાહી કરવામાં આવી ચુકી છે. સટ્ટાબજારના જારદાર ભાવ ખુલી ગયા છે. ભારતીય ટીમને સટ્ટોડિયા ફેવરીટ ગણી રહ્યા છે. ભારત પર ૨.૮, ઇંગ્લેન્ડ માટે ત્રણ અને ઓસ્ટ્રેલિયા માટે ૩.૮નો ભાવ બોલાઇ રહ્યો છે. ન્યુઝીલેન્ડ માટે ૯.૫નો ભાવ છે.વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી છે જેમાં એકમાં તેની જીત થઇ છે. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ટીમ સાત વખત સેમિફાઇનલમાં પહોંચી છે જે પૈકી ત્રણ વખત જીત મળી છે. ૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧માં તેની જીત થઇ છે જ્યારે ૧૯૮૭, ૧૯૯૬, ૨૦૧૫માં હાર થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે ઓલ્ડટ્રેફર્ડ અથવા તો માનચેસ્ટર મેદાન ખાતે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે એક મેચ રમી છે. ૧૯૭૫માં રમાયેલી આ મેચમાં ભારતની હાર થઇ હતી. આ મેદાન પર ભારતે કુલ ૧૦ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત અને પાંચમાં હાર થઇ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાનની સામે ભારતે આજ મેદાન પર બનાવ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન આજ વર્લ્ડકપમાં બનાવ્યા છે. ડકવર્થ લુઇસ અનુસાર ભારતે આ મેચ ૮૯ રને જીતી લીધી હતી. રોહિત શર્મા આ મેદાન પર ભારત માટે સૌથી વધારે રન બનાવી ચુક્યો છે. બે મેચમાં તેના ૧૫૮ રન અને વેંકટેક્સ પ્રસાદની બે મેચમાં સૌથી વધુ સાત વિકેટ છે. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી ચુક્યો છે. તે કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્‌સમેન તરીકે રહ્યો છે. તેને હજુ પણ વધુ એક સદી ફટકારી દેવાની તક રહેલી છે.
વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી આઠ મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. એક મેચનુ પરિણામ આવી શક્યુ નથી. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી.