સરફરાઝ એહમદ પાસેથી PCB એ સુકાની પદેથી હટાવ્યું, આ બે ક્રિકેટરને મળી જવાબદારી

0
9

પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. ત્યારે આજે એટલે કે શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરફરાઝ એહમદને ટી20 અને ટેસ્ટ ટીમના સુકાની પદેથી હટાવી દીધો છે. હવે તેની જગ્યાએ અઝહર અલીને ટેસ્ટ અને બાબર આઝમને ટી20 ટીમની કમાન સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદથી જ સરફરાઝ એહમદને કેપ્ટન પદેથી હાંકી કાઢવા માગ ઉઠી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સરફરાઝને ટીમમાં સ્થાન ન મળ્યું
જોકે સરફરાઝ માટે બીજા નિરાશાજનક સમાચાર એ છે કે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ જગ્યા આપવામાં આવી નથી. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મુકાબલા રમશે. જે બાદ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ બે ટેસ્ટ સીરિઝ પણ રમશે. પીસીબીએ આવતાં વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ આ પગલું ભર્યું છે. બોર્ડે આ સાથે જ સંકેત આપ્યા છે કે, સરફરાઝ એહમદને હવે ટીમમાં વાપસી કરવી હશે તો પ્રદર્શન કરવું જ પડશે.