સર્જિકલ સ્ટ્રાઇક-2: પોકમાં ભારતના પ્રચંડ હવાઇ હુમલા, ૩૫૦નો ખાત્મો

0
83
The Balakot-based Jaish-e-Mohammad terror camp destroyed by the Indian Air Force Tuesday was located on the bank of the Kunhar river in Khyber Pakhtunkhwa province of Pakistan and was also used by the Hizbul Mujahideen terror group, government sources said
The Balakot-based Jaish-e-Mohammad terror camp destroyed by the Indian Air Force Tuesday was located on the bank of the Kunhar river in Khyber Pakhtunkhwa province of Pakistan and was also used by the Hizbul Mujahideen terror group, government sources said
The Indian Air Force on Tuesday conducted a major preemptive strike on a Jaish-e-Mohammed training camp, killing a “very large number”

૧૨ મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના ઝીંકાયેલ બોંબ ઃ ૨૧ મિનિટના ગાળામાં આતંકવાદી કેમ્પોનો સંપૂર્ણ સફાયો કરી દેવાયો
પુલવામા હુમલાનો ભારતે આખરે બદલો લીધો ઃ પાકિસ્તાનમાં ઘુસીને સતત ૨૧ મિનિટ સુધી બોંબ વર્ષા ઃ જૈશના આકાઓ, ટ્રેનરો અને કમાન્ડરો ફુંકાયા

IAF air strike: Visuals from terror camp bombed by India

નવી દિલ્હી,તા. ૨૬
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. પાકિસ્તાની સરહદમાં બોંબ વર્ષા કરવામાં આવી હતી. વહેલી પરોઢે ૩.૪૫ વાગે બાલાકોટમાં ત્યારબાદ મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં હુમલા કરવામાં આવ્યા હતા. ભારતના ભીષણ હવાઈ હુમલામાં જૈશના લીડર મસુદ અઝહરના સગા સંબંધીઓના પણ મોત થયા હતા જેમાં યુસુફ અઝહરનો પણ સમાવેશ થાય છે. યુસુફ કંધાર વિમાન અપહરણ કાંડમાં સામેલ હતો. ઉરી બાદ કરવામા ંઆવેલા સર્જિકલ હુમલા કરતા આ વખતે ખુબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા. ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જારદાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને હવાઈ દળના વડાના નેતૃત્વમાં આ હુમલા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા બાદદેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ સરહદ પર રહેતા લોકોને કહેવામાં આવ્યુ છે કે હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે દેશમાં ગરીબી નાબુદીની દિશામાં મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર Âસ્થત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલા થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. છેલ્લા કેટલાક દિવસથી ભારતે પાકિસ્તાનને એકલુ પાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા હતા. સાથે સાથે તેન સામે પગલા લેવામાં આવી રહ્યા હતા. પુલવામાં હુમલા બાદ વારંવાર મોદીએ કહ્યુ હતુ કે તે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવશે. ત્રાસવાદીઓએ મોટી ભુલ કરી હોવાની પણ મોદીએ અગાઉ વાત કરી હત. આજે હુમલા કરવામાં આવ્યા બાદ દેશમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. મિરાજ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જા પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાનો વન્ય વિસ્તારોમાં ચાલી રહેલા આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. આ ત્રાસવાદી અડ્ડાઓ જૈશના લીડર મસુદ અઝહરના સાળા મૌલાના યુસુફ અઝહર દ્વારા ચલાવાય છે.