સાડી પહેરીને બસ ચલાવતી મહિલા ડ્રાઈવરનો ઘૂંઘટ હટ્યો તો સૌકોઈ રહી ગયા

0
320
atest-news/india-news/when-women-started-driving-a-bus-in-rajasthan
atest-news/india-news/when-women-started-driving-a-bus-in-rajasthan

દંગહોળી પર એક વીડિયો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક મહિલા ડ્રાઈવર બસ ચલાવતી જોવા મળી રહી હતી. એ સમયે સૌકોઈ જાણવા માટે આતુર હતું કે આખરે આ મહિલા ડ્રાઈવર છે કોણ? મકરાનાથી બીદાસર જતી આ બસની ડ્રાઈવરે રાજસ્થાની પહેરવેશ ધારણ કર્યો હતો. દરમિયાન ઘૂંઘટ ધારણ કરીને બસ ચલાવી રહેલી મહિલાનો કોઈએ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.પરંતુ બસ કોણ ચલાવી રહ્યું હતું તે જાણીને તમે પણ ચોંકી જશો. અમને માલુમ પડ્યું ત્યારે અમારું પણ મોઢું ખુલ્લુંને ખુલ્લુ જ રહી ગયું. બસ ચલાવનાર કોઈ મહિલા નહીં પણ તે એક પુરુષ હતો. જો કે આવું કેમ કર્યું પૂછવામાં આવતાં તેણે મજેદાર જવાબ આપ્યો હતો. કથિત મહિલા બસ ડ્રાઈવરનો જવાબ સાંભળીને અમારા તો હોશ જ ઉડી ગયા અને કદાચ પણ દંગ રહી જશો.પૂછવામા આવ્યું કે પુરુષ થઈને મહિલા ડ્રાઈવર બનવાની હરકત કેમ કરી? તો જવાબમાં તેણે કહ્યું કે “સાહેબ, હોળીની મસ્તી, હોળી પર સૌકોઈ કંઈને કંઈ નવું કરતા હોય છે તો હું પણ સાડી પહેરીને બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો અને બસ ચલાવવા લાગ્યો.” એ સમયે અનેક એવા વીડિયોઝ વાયરલ થયા હતા જેમાં કોઈ નાળામાં કુદકા લગાવી રહ્યું હતું તો કોઈ વૃક્ષો પર ઝૂલી રહ્યું હતું. કોઈએ કહ્યું હતું કે હોળી યુવાનોનો તહેવાર છે ત્યારે હોળી પર યુવાનો અલગ-અલગ રીતે આવી મોજ મસ્તી તો કરતા જ હોય.