સારા રોલ્સ અને સારી તકો મને ઑફર કરવામાં આવી રહ્યાં છે : અમાયરા દસ્તુર

0
14

અમાયરા દસ્તુરનું કહેવું છે કે તેને હવે સારા રોલ્સ અને સારી ફિલ્મોની તકો મળી રહી છે. ૨૦૧૩માં બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અમાયરાની હાલમાં જ ‘પ્રસ્થાનમ’ રિલીઝ થઈ છે. આ અગાઉ તે ‘જજમેન્ટલ હૈ ક્યા’માં જોવા મળી હતી. પોતાના કરીઅર વિશે જણાવતાં અમાયરાએ કહ્યું હતું કે ‘જે ફિલ્મો મને ઑફર કરવામાં આવી રહી છે એનાથી હું ખુશ છું. મને લાગી રહ્યું છે કે મારે હવે વધુ કામ કરવું જોઈએ.

મને સારી તકોની સાથે જ સારા રોલ્સ પણ ઑફર કરવામાં આવી રહ્યા છે.મને જે ઑફર કરવામાં આવે છે એમાંથી મને જે સારું લાગે એને હું પસંદ કરું છું. જો કોઈ મને સારા રોલ અને સારી ફિલ્મ ઑફર ન કરે તો હું એને ના પાડી દઉં છું. જોકે મારા માટે હવે તકનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં છે. મને હવે સારી કન્ટેન્ટવાળી ફિલ્મો મળી રહી છે.’