સિંહોના મોત અત્યંત ગંભીર બાબત, ગુજરાત સરકાર શોધે મોતનું કારણઃ સુપ્રીમ કોર્ટ

0
39
/MGUJ-AHM-HMU-LCL-supreme-court-says-extremely-serious-and-seeks-reply-from-gujarat-on-death-of-gir-lions-gujarati-news-5
/MGUJ-AHM-HMU-LCL-supreme-court-says-extremely-serious-and-seeks-reply-from-gujarat-on-death-of-gir-lions-gujarati-news-5

હાલ ગીરમાં 25 જેટલા એશિયાટીક સિંહોના મોતને લઈ રાજ્ય સરકાર અને વન વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ સિંહોના મોત પાછળના કારણો પણ સરકાર કે વન વિભાગ જાણતું નથી. જેને પગલે રાજ્ય પ્રાણી પ્રેમીઓથી લઈ સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સિંહોના મોતનું કારણ શોધવા માટે આદેશ આપી એક વીકમાં ખુલાસો આપવા કહ્યું છે. તેમજ સુપ્રીમ કોર્ટે સિંહોના મોતને બેહદ ગંભીર બાબત ગણાવી કહ્યું કે, સિંહોના મોત રોકવા માટે કંઈક કરવું જોઈએ. સિંહોનું સંરક્ષણ કરવું જ જોઈએ.

ગીર ફોરેસ્ટમાં શેત્રુંજય ડિવિઝન ઉભું કરાશેઃ વન મંત્રી

તો બીજી તરફ વન મંત્રી ગણપત વસાવાએ ગીર ફોરેસ્ટમાં શેત્રુંજય ડિવિઝન ઉભું કરવાની જાહેરાત કરી છે. જેમાં દર 3 મહિને ફરજીયાત સિંહોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ ડિવિઝનમાંDFO-RFO સહિતના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, આ માટે ગ્રામ મિત્ર તેમજ તબીબોને ખાસ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત મંત્રી વસાવાએ નવા રેસ્ક્યુ સેન્ટર્સ પણ ખોલવાની પણ જાહેરાત કરી હતી.

575 સિંહ સંપૂર્ણ રીતે સ્વસ્થઃ મુખ્ય વન સંરક્ષક

હાલ સિંહોના થઈ રહેલા ટપોટપ મોતને પગલે સિંહોનું સ્વાસ્થ્ય તપાસવામાં આવ્યું છે. આ અંગે મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, સરસિયા વિડી સિવાયના 575 સિંહ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જ્યારે 31 સિંહ જામવાલા એનિમલ કેર સેન્ટરમાં અને 5 સિંહને જસાધાર ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. માત્ર 25 ચો.કિમી. વિસ્તારમાં સિંહોના મોત અમેરિકાથી મંગાવેલી વેક્સિન સાવચેતીના ભાગરૂપે મંગાવવામાં આવી છે.