સિક્વલ ક્વીન તરીકે તેની છાપ ઉભરી : કૃતિ ખરબંદા

0
23
હાઉસપુલ -૪ ફિલ્મમાં પણ કૃતિ ખરબંદા રહેશે : મોટા ભાગે સિક્વલ ફિલ્મ માટે પસંદગી થઇ

મુબંઇ,તા. ૨૩
બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ ખરબંદાનુ કહેવુ છે કે તે સિક્વલ ક્વીન તરીકે ઉભરી રહી છે. યમલા પગલા દિવાનાના ત્રીજા ભાગ બાદ હવે હાઉસફુલ-૪માં પર તે રોલમાં છે. તે રાજ રીબુટ, ગેસ્ટ ઇન લંડન, યમલા પગલા દિવાના ફિર સે, અને હાઉસફુલ-૪નો હિસ્સો બનીને સિક્વલ ક્વીન બની ગઇ છે. તેનુ કહેવુ છે કે તમામ જુદા જુદા પ્રકારની ફિલ્મો છે. જેથી તે કોઇ એક પ્રકારની ભૂમિકામાં બંધાઇ નથી.

કૃતિ ફિલ્મોમાં ટકી રહેવા માટે ભારે મહેનત કરી રહીછે. હવે તેની મહેનત રંગ લાવી હોવાના હેવાલ મળ્યા છે. તેની પાસે હાલમાં મોટી ફિલ્મો છે. બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જા કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે.

તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જા તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની ફિલ્મ અતિથી તુમ કબ જાવોગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી.

ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે તેને લઇને તે ચિંતિત નથી.