સુકમામાં નક્સલવાદી કેમ્પ ફુંકી દેવાયુ : મહિલા ફુંકાઇ

0
2

રાયપુર,તા. ૧૦
છત્તિસગઢના નક્સલવાદીગ્રસ્ત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓની સામે ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. અહીં અથડામણ દરમિયાન એક મહિલા નક્સલવાદી ઠાર કરી દેવાઇ છે. સમગ્ર વિસ્તારમાં હાલમાં સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં એસટીએફ, ડીઆરજી અને સીઆરપીએફના જવાનો સામેલ થયા છે. ચિંતાગુફા વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન નક્સલવાદીઓના એક કેમ્પને ફુંકી મારવામાં આવ્યુ હતુ. રાજ્યના નક્સલવાદી વિરોધી અભિયાનના પોલીસ અધિકારી સુન્દરરાજે કહ્યુ છે કે જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન ક્ષેત્રના ડબ્બાકોન્ટા ગામમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરક્ષા જળોએ નક્સલવાદી છાવણીને ફુંકી મારી હતી. આ ગાળા દરમિયાન મહિલા નક્સલવાદી ઠાર થઇ હતી. આજે વહેલી પરોઢે મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ે જે ગાળા દરમિયાન આ વિસ્તારમાં છુપાયેલા નક્સલવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. થોડાક સમય સુધી બંને વચ્ચે સામસામે ગોળીબારની રમઝટ જામી હતી. જા કે Âસ્થતીનો લાભ લઇને નક્સલવાદીઓ ફરાર થઇ ગયા હતા.
અથડામણના સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે એક વર્ધીમાં મહિલા નક્સલીની લાશ મળી આવી હતી. ઘટનાસ્થળ નજીકથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. સ્થળ પર લોહીના નિશાન મળી આવ્યા છે જે સાબિતી આપે છે કે અનેક ઘાયલ થયા છે. ઠાર મરાયેલી મહિલા નક્સલીની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.