સુપર Vનો ઑરિજિનલ આઇડિયા હતો અનુષ્કાનો

0
29

વિરાટ કોહલી પરથી ડિઝાઇન થયેલા અને સ્ટાર નેટવર્ક પર રિલીઝ થનારા સુપરપાવર શો ‘સુપર V’ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે ત્યારે એ સામે આવ્યું છે કે વિરાટને સુપરપાવર કૅરૅક્ટરમાં રજૂ કરવાનો વિચાર બીજા કોઈનો નહીં, પણ અનુષ્કા શર્માનો હતો.

અનુષ્કાએ આ આઇડિયા વિરાટ પાસે રજૂ કર્યો અને વિરાટ જ્યારે સ્ટાર નેટવર્ક પાસે બેઠો હતો ત્યારે શરમાતાં-શરમાતાં તેણે આ વાત મૂકી હતી.

સ્ટાર નેટવર્કની ક્રીએટિવ ટીમની ઇચ્છા વિરાટ કોહલી પર ડોક્યુમેન્ટરી બનાવવાની હતી, જેની એ સમયે વિરાટની ઇચ્છા નહોતી.

વિરાટ કોહલીના આ સુપરપાવર કૅરૅક્ટર ‘સુપર V’માં તેની ઉંમર ૧૫ વર્ષની દેખાડવામાં આવી છે.

૧૫ વર્ષની ઉંમરના આ વિરાટ કોહલીનો અવાજ નૅચરલી આજના વિરાટ જેવો નથી, પણ જે વિરાટને નજીકથી ઓળખે છે એ બધા ‘સુપર V’નો અવાજ સાંભળીને હેબતાઈ ગયા છે,

કારણ કે ‘સુપર V’નો અવાજ વિરાટ કોહલી જ્યારે ૧૫ વર્ષનો હતો અને જેવો તેનો અવાજ હતો એવો જ રાખવામાં આવ્યો છે.