સુરતના હિરા અને કાપડ ઉદ્યોગ બાદ હવે ઉત્તર ગુજરાતમાં મંદી

0
9

સુરતમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમ બાદ હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવ્યો છે. સાબરકાંઠામાં આવેલા સિરામિકના ૧પમાંથી ચાર પ્લાન્ટ બંધ કરાયા છે. ચાર પ્લાન્ટ બંધ થતા પાંચ હજારથી વધુ કામદારો બેકાર બન્યા છે. બીજી તરફ જિલ્લાના રીઅલ એસ્ટેટમાં પણ મંદીનો માર પડ્યો છે.