સુરતમાં વધુ એક આગ: હવે મારુતિ ડાઈંગ મિલ ભડકે બળી

0
342
south-gujarat/fire-in-maruti-dyeing-in-pandesara-gidc-sura
south-gujarat/fire-in-maruti-dyeing-in-pandesara-gidc-sura

પાંડેસરા વિસ્તારમાં આજે સવારે શાલુ મિલમાં આગ લાગ્યા બાદ હવે તેની સામે આવેલી મારુતિ ડાઈંગ મિલમાં પણ ભયાનક આગ લાગી છે. અચાનક જ મિલમાં આગ કેમ લાગી તેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડની ટીમને આ અંગે કોલ મળતા જ તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પાંડેસરામાં જ આવેલી શાલુ મિલમાં સવારે સ્લેબ તૂટી પડ્યા બાદ તેમાં રખાયેલા ઓઈલ બેરલ્સમાં આગ ફાટી નીકલી હતી. આ આગ બુઝાયાની થોડી વારમાં જ શાલુ મિલની સામે આવેલી મારુતિ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટના બની હતી