સુરતમા કોરોનાના વધતા કેસને કારણે રાંદેર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ સપ્તાહનું લાૅકડાઉન કર્યું

0
30
આ વિસ્તરમાં માત્ર મેડિકલ સ્ટોર સિવાયના તમામ દુકાનો, લારી ગલ્લા સહિતની વસ્તુ બધી કરીને સયંભૂ લાૅકડાઉન કરીને સુરતને એક ઉત્તમ ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ વિસ્તરમાં માત્ર મેડિકલ સ્ટોર સિવાયના તમામ દુકાનો, લારી ગલ્લા સહિતની વસ્તુ બધી કરીને સયંભૂ લાૅકડાઉન કરીને સુરતને એક ઉત્તમ ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે.

સુરત,તા.૧૬
કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ગતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં એક જ દિવસમાં ૩૨ કેસ દેખાતા આ વિસ્તારને તંત્ર દ્વારા સૌથી પહેલા રેડ ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તાને ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયા આ દરમિયાન કેસ ઓછા દેખાયા હતા. ફરી એક વાર અહીં કેસ વધતા સમગ્ર વિસ્તારમાં લોકોએ આજથી એક અઠવાડિયા માટે સયંભૂ લાૅકડાઉન જાહેર કરીને માત્ર મેડિકલ સિવાય ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.
કોરોના મહામારી ચાલુ રહી છે તેવામાં સુરતમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોના દર્દીમાં વધારા ે જોવા મળ્યો છે. મરણઆંક પણ સતત વધી રહ્યો છે. તેવામાં સુરતની સ્થિતિને લઇને તંત્ર સાથે સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. વધી રહેલા કોરોનાને કારણે સુરતમાં રહેલા લોકો એક અભિયાન શરૂ કર્યું છે.
જેમાં જરૂરી ના હોય તો બહાર નહિ નીકળવા સાથે સ્વંયંભૂ લાૅકડાઉન શરૂ કર્યું છે. ત્યારે સુરતનો રાંદેર વિસ્તાર કે જેને તંત્ર દ્વારા એક ઈસ્ત્રીવાળા આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને સમગ્ર વિસ્તાર ગીચ હોવાને લઈને પહેલો રેડ ઝોન હાજર કરીને સમગ્ર વિસ્તરને ક્વોરન્ટિન કરવામાં આવ્યો હતો.
લોકોએ જેતે સમયે આ નિયમ પળતા આ વિસ્તરમાં કોરોના કેસ વધ્યા ન હતા. જોકે અનલોક બાદ આ વિસ્તરમાં સતત કેસ સામે આવી રહ્યા હતા. જેથી ગતરોજ તો ૩૨ જેટલા કેસ સામે આવતાની સાથે સમગ્ર વિસ્તરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ વિસ્તારના આગેવાનો દ્વારા ગતરોજ એક મિટિંગ કરી પોતાના વિસ્તારને કોરોના સંર્ક્મણ અટકાવવા માટે આજથી એક અઠવાડિયા સુધી સમગ્ર વિસ્તરમાં લાૅકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું .