સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો

0
19

:સુરત (Surat) ના કામરેજ વિસ્તારમાં બે જોડિયા બાળકોના મોતની ઘટના સામે આવી છે. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) માં બંનેને પોલિયોની રસી (Polio Vaccine) પીવડાવ્યા બાદ તેમના મોત થયા તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ બાળકોના મૃતદેહોને સુરતની સિવિલ હોસ્પિટલ (Civil hospital)માં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જેથી ખરુ કારણ બહાર આવી શકે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પરિવારના શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. પરિવારે જ્યાં સુધી એફએસએલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાળકોના મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.