સુરત: વેપારીને આવ્યો બે કરોડની ખંડણીનો ફોન,

0
106
gujarat-news/south-gujarat/a-businessman-got-extortion-call-of-2-crore
gujarat-news/south-gujarat/a-businessman-got-extortion-call-of-2-crore

ફાયરિંગ બીજાની ઓફિસમાંઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી બન્યા બે શખ્સોની ગેરસમજણનો ભોગ. મંગળવારે બે શખ્સોએ ઉધના વિસ્તારમાં અન્ય વેપારીના બદલે ઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી પર ફાયરિંગ કર્યું. આ શખ્સોનો ટાર્ગેટ ખાદ્યતેલ વેચતા ભીખાચંદ્ર જૈન હતા. ભીખાચંદ્રની દુકાન પણ સિલિકોન શોપર્સના ગ્રાઉંડ ફ્લોર પર જ આવેલી છે. આ શખ્સોએ અશોક શાહ પર ફાયરિંગ કર્યું એમ માનીને કે તે ભીખાચંદ્ર જૈન છે. જો કે ફાયરિંગમાં અશોક શાહને ઈજા થઈ નથી.હેલ્મેટ પહેરેલા બે વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા, જે પૈકીનો એક બિલ્ડિંગમાં ઘૂસ્યો. તે શાહની ઓફિસની બહાર થોડીવાર ઊભો રહ્યો અને બાદમાં દુકાનમાં પ્રવેશ્યો. અને દેશી પિસ્તોલથી બે રાઉંડ ફાયરિંગ કરીને બંને ભાગી છૂટ્યા. અશોક શાહે પોલીસને જણાવ્યું કે, ”હુમલાખોરે બ્લેક હેલ્મેટ, ડાર્ક બ્લૂ શર્ટ અને જીન્સ પહેર્યું હતું.”પોલીસે જણાવ્યું કે, ફાયરિંગની થોડી મિનિટો પહેલા અશોકની સામેની દુકાનના માલિક ભીખાચંદ્ર જૈનને 2 કરોડની ખંડણી તૈયાર રાખવા માટે ફોન આવ્યો હતો. ખંડણી ન આપે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફાયરિંગ બાદ બિલ્ડર જૈનને ફરીથી ખંડણી માગતો ફોન આવ્યો હતો.” પોલીસે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને આસપાસના બિલ્ડિંગના CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.સેક્ટર 1ના JCP હરેક્રિષ્ના પટેલે કહ્યું કે, “અશોક જૈન પર ભૂલથી હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. કારણકે બાજુની ઓફિસના બિઝનેસમેનને ખંડણી માટે ફોન આવ્યો હતો. અમને કેસની લગતી કેટલીક મહત્વની કડીઓ મળી છે અને ટૂંક સમયમાં જ કેસ ઉકેલાઈ જશે.” પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, હુમલાખોરોએ ખરેખર ભૂલથી અશોક શાહ પર ફાયરિંગ કર્યું હતું કે પછી ભીખાચંદ્રને ડરાવવા માટે આમ કર્યું. ઉધના પોલીસે જણાવ્યું કે, “ફોન કરનાર શખ્સે કોઈ ગેંગ કે ગ્રુપનું નામ લીધું નથી. એટલે આ કોઈ લોકલ ગુંડાઓ હોઈ શકે છે.