સુશાંત આત્મહત્યા : યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે : અમિત શાહ

0
9

પટણા,તા.૧૬
સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ ઉઠી રહી છે. સુશાંતના મોત બાદથી બિહારના પૂર્વ સાંસદ તેમજ જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકો અભિનેતાની મોતને શંકાસ્પદ ગણાવી રહ્યા છે અને આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.પપ્પુ યાદવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી હતી.
હવે ગૃહમંત્રી અમિત શાહ તરફથી પપ્પુ યાદવને જવાબ મોકલવામાં આવ્યો છે. જેની માહિતી પપ્પુ યાદવે પોતાના ટિ્‌વટર પર શેર કરી છે. ગૃહમંત્રી શાહ તરફથી મોકલવામાં આવ્યો આ જવાબ બિહારના પૂર્વ સાંસદ તેમજ જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે આ પત્રને શેર કરીને લખ્યુ છે કે અમિત શાહજી તમે ઈચ્છો તો એક મિનિટમાં સુશાંત કેસની સીબીઆઈ તપાસ થઈ શકે છે. આને ટાળો નહિ. પપ્પુ યાદવે જણાવ્યુ છે કે સુશાંત કેસમાં અમે સીબીઆઈ તપાસની માંગ માટે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. તેમાં અમને આશ્વાસન આપવામાં આવ્યુ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે આ કેસને સંબંધિત વિભાગમાં આગળની કાર્યવાહી માટે મોકલી દીધો છે.
બિહારનુ ગૌરવ ગણાતા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતજીની શંકાસ્પદ મૃત્યુની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખીને આગ્રહ કરવામાં આવ્યો હતો. સુશાંત સિંહ સુસાઈડ કેસમાં પોલિસ તપાસ પૂરી થઈ ચૂકી છે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમં છેલ્લા એક મહિનામાં મુંબઈના બાંદ્રા પોલિસ પૂછપરછ કરી રહી છે. પોલિસે બાૅલિવુડની તમામ જાણીતી હસ્તીઓની પૂછપરછ કરી છે. વળી, અભિનેતાના મિત્રોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે પોલિસ અંતિમ પરિણામ સુધી પહોંચી ચૂકી છે. પોલિસ આ સમગ્ર મામલે એક રિપોર્ટ આવતા ૧૦થી ૧૫ દિવસમાં રજૂ કરશે. આ તપાસથી મોટુ જૂથ સંતુષ્ટ નથી. આ જ કારણે સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.