સૈફ અલી ખાને વણજોઈતો વિવાદ વહોરી

0
9
આ વખતે તો તેના પર લોકોની ધાર્મિક લાગણીને દુભવવાનો આક્ષેપ મૂકીને કેસ પણ નોંધવામાં આવ્યો છે અને ડિસેમ્બર મહિનામાં જ તેની સુનાવણી પણ કરવામાં આવશે.
આ વખતે તો તેના પર લોકોની ધાર્મિક લાગણીને દુભવવાનો આક્ષેપ મૂકીને કેસ પણ નોંધવામાં આવ્યો છે અને ડિસેમ્બર મહિનામાં જ તેની સુનાવણી પણ કરવામાં આવશે

દર થોડાક સમયે કંઈકને કંઈક વિવાદ કે કોન્ટ્રોવર્સી વહોરી લેવાની છોટેનવાબની આદત જલદીથી છુટે એવી નથી. તેમના દીકરાના જન્મ વખતે તેનું નામ તૈમુર રાખીને પણ સૈફ અલી ખાને વણજોઈતો વિવાદ વહોરી લીધો હતો અને એ વખતે પણ સોશિયલ મીડિયા પર સૈફ અને કરિનાને લોકોએ ખૂબ જ ટ્રોલ કર્યા હતા. હવે રાવણ પર ટિપ્પણી કરીને સૈફ અલી ખાને એક નવો જ વિવાદ વહોરી લીધો છે, આ વખતે તો તેના પર લોકોની ધાર્મિક લાગણીને દુભવવાનો આક્ષેપ મૂકીને કેસ પણ નોંધવામાં આવ્યો છે અને ડિસેમ્બર મહિનામાં જ તેની સુનાવણી પણ કરવામાં આવશે. ખેર. આ બધી તો થઈ છોટે નવાબની અંગત જીવનમાં વહોરી લીધેલા વિવાદની વાતો… હવે થોડા બેક ટુ ધ ટ્રેક આવીને તેની પ્રોફેશનલ લાઈફની વાત પણ કરી જ લઈએ.

લાંબા સમય બાદ હવે દર્શકોને સૈફ બેક ટુ બેક ચાર ફિલ્મોમાં જોવા મળશે અને આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી તેની નવી વેબસીરિઝ તો છોગામાં જ… અરે હા, હાલમાં જ સૈફ અલી ખાન તેની આગામી સીરિઝ ‘તાંડવ’ને કારણે સોશિયલ મીડિયા પર ખાસો એવો છવાયેલો છે અને તેની પહેલી ઝલક દર્શકો માટે રિલીઝ કરી દેવામાં આવી છે. તમારી જાણ માટે કે ‘તાંડવ’ અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત અને નિર્દેશિત સીરિઝ છે, જોકે હજી સુધી આ સિરીઝ ક્યારે રીલિઝ થશે એની કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પણ ૨૦૨૧માં ગમે ત્યારે આ સીરિઝ રીલિઝ થઈ શકે છે, એવી શક્યતા ઈન્ડસ્ટ્રીના અંદરના ખબરીઓ વ્યક્ત કરી રહ્યા છે. સૈફના ચાહકો માટે એક ગૂડ ન્યુઝ તો એ છે કે ટૂંક સમયમાં જ સૈફ અને કરીના ફરી બીજી વખત મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે અને આ સિવાયની બીજા એક ગૂડ ન્યુઝ એ છે કે આગામી બે વર્ષ સુધી સૈફ ખાસ્સો બિઝી રહેવાનો છે, કારણ કે તેણે બેક ટુ બેક ચાર ફિલ્મો સાઈન કરી છે, એટલે આવનારા સમયમાં થિયેટર અને નાનીસ્ક્રીન્સ પર છોટે નવાબનો જ જાદુ છવાયેલો રહેશે. પણ વાત જો તેની આવનારી સીરિઝ ‘તાંડવ’ની હોય તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પોસ્ટરમાં તેનો ચહેરો તો નથી દેખાઈ રહ્યો પણ એક વાત તો સ્પષ્ટ છે કે તે કોઈ દમદાર અને પાવરફૂલ રાજનેતાનો રોલ કરી રહ્યો છે. પોસ્ટરમાં સૈફની સામે લોકોની ભીડ દેખાઈ રહી છે, જે તેની સામે હાથ જોડીને ઊભી છે અને સૈફ તેમની સામે એકદમ જડબેસલાક બંધ કરેલી મુઠ્ઠી બાંધીને ઊભેલો જોવા મળે છે. ટૂંક સમયમાં જ સીરિઝનું પહેલું ટિઝર રીલિઝ કરવામાં આવશ અને એવી આશા સેવાઈ રહી છે કે ટિઝર રિલીઝ કરવાની સાથે સાથે આ સિરીઝ ક્યારે રીલિઝ કરવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવશે.લાંબા સમયથી સૈફ ફિલ્મો અને સ્ક્રીનથી દૂર હતો, પણ હવે એવું લાગી રહ્યું છે કે અત્યારે તે એકદમ ફૂલફોર્મમાં છે, કારણ કે આ જ વર્ષે તે ‘તાન્હાજી: ધ અનસંગ વૉરિયર’, ‘જવાની જાનેમન’ અને સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરવો જોવા મળ્યો હતો.

‘દિલ બેચારા’માં તે ગેસ્ટ અપિયરન્સની ભૂમિકા કરતો જોવા મળ્યો હતો.આ સિવાય અત્યારે તેના હાથમાં બીજી ચાર ફિલ્મો હોવાની ચર્ચા પણ બોલીવૂડમાં જોરશોરથી થઈ રહી છે, જેને કારણે તે આગામી એક-દોઢ વર્ષ તો ચોક્કસ જ વ્યસ્ત રહેશે. આઈ નો આઈ નો હવે તમને આ ચાર ફિલ્મો કઈ કઈ છે એ જાણવાની ચટપટ્ટી થઈ રહી હશે, નહીં? ભારે ઉતાવળ તમને તો પણ ઠીક છે આ રહ્યા તમારા સવાલનો જવાબ. આ છે સૈફની આવનારી ચાર ફિલ્મોના નામ ‘ગો ગોવા ગોન-ટુ’, ‘ભુત પુલિસ’, ‘બંટી ઔર બબલી-ટુ’ અને ‘આદિપુરુષ’છે. એક સમય હતો કે જ્યારે મોટી સ્ક્રીન પર કામ કરનારા અભિનેતાઓ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી વેબસીરિઝમાં કામ કરવાનું ટાળતા હતા, પણ હવે સમય બદલાયો છે અને મોટા-મોટા કલાકારો પણ વેબસીરિઝમાં કામ કરતાં અચકાતા નથી. કોરોનાને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં થિયેટર્સ બંધ હતા અને તેને પ્રતાપે દર્શકોનો પ્રવાહ ઓટીટી પ્લેટફોર્મ તરફ ફંટાઈ ગયો છે, જે વાત દરેક નાના-મોટા કલાકારો જાણે છે અને એટલે જ કદાચ હવે તેમને ફિલ્મો કે વેબસીરિઝ એવો ખાસ કોઈ ફરક પડતો નથી, તેમનો તો એક જ હેતુ હોય છે કે કોઈ પણ કારણોસર બસ સતત દર્શકોની નજર સામે પોતાની જગ્યા ટકાવી રાખવી છે….