સોનામાં ₹ ૯૨નો અને ચાંદીમાં ₹ ૯૬૫નો ઘટાડો

0
2
જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

મુંબઈ: સોનાચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સુધારો થવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરમાં ઘટાડો અને બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં હાજરમાં ચાંદીના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૬૫નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સોનામાં હાજરમાં રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હતી. તેમ જ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં કરેક્શન આવતાં રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ રહેતાં દેશમાં સોનાની આયાત જાન્યુઆરી ૨૦૨૦ના ૩૬.૫ ટન સામે ૭૨. ટકા વધીને ૬૨ ટનની સપાટીએ રહી હતી, જ્યારે મૂલ્યની દૃષ્ટિએ આયાત જાન્યુઆરી ૨૦૧૯ના ૧.૫૮ અબજ ડૉલર સામે વધીને ૪.૦૪ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.અમેરિકા ખાતે ૧.૯ ટ્રિલિયન ડૉલરના સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી મળે તેવા આશાવાદ સાથે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં રોકાણકારોની ફુગાવા સામે રક્ષણ મેળવવા હેજરૂપી માગ ખૂલતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૪૦.૯૬ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ૧૮૪૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને અવગણીને ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી કિલોદીઠ રૂ. ૯૬૫ ઘટીને રૂ. ૬૮,૯૮૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી તથા રૂપિયામાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭,૭૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭,૯૫૩ના મથાળે રહ્યા હતા.