સોનાલી બેન્દ્રેને હાઈગ્રેડ કેન્સર, સારવાર માટે ન્યુયૉર્ક રવાના

0
204
Sonali Bendre diagnosed with cancer; finds love, support from fans on Twitter
Sonali Bendre diagnosed with cancer; finds love, support from fans on Twitter
Sonali Bendre says she's diagnosed with “high grade cancer”
Sonali Bendre says she’s diagnosed with “high grade cancer”

બોલિવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેને કેન્સર થયું છે. સોનાલી બેન્દ્રેએ હમ સાથ સાથ હે, સરફરોશ, કલ હો ના હો વગેરે જેવી સફળ ફિલ્મોમાં પોતાનાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે. સોનાલી બેન્દ્રેએ કહ્યું કે, ’જ્યારે જ્યારે તમારી જિંદગી પાસેથી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે ત્યારે ત્યારે જિંદગી તમારી સામે કર્વબૉલ નાખતી હોય છે. તાજેતરમાં જ મને હાઈગ્રેડ કેન્સરનું નિદાન થયું છે છે જેના વિશે મને કંઈ પણ ખ્યાલ નથી. ગાંઠ મોટી નથી પણ કેન્સર શરીરનાં અન્ય બીજા ભાગોમાં પણ પ્રસર્યું છે. કેટલાક કષ્ટદાયક પરીક્ષણો બાદ જે નિદાન થયું તે ખરેખર અણધાર્યું હતું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે, અને લોકો ભલે કંઈ પણ કહે પણ તેઓ મને ખૂબ જ સાથ-સહકાર આપી રહ્યાં છે. હું ખુબ જ નસીબદાર છું અને તે દરેક વ્યક્તિનો આભાર માનું છું. ’
ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝનાં જજ તરીકે હુમા કુરેશી જોવા મળશે
સોનાલી બેન્દ્રેએ આગળ કહ્યું કે, ’આ કેન્સર સામે લડાઈ આપવા માટે અને સારવાર કરાવવા માટે હું ન્યૂ યૉર્ક જઈ રહી છું. આ એવી ગંભીર બિમારી છે કે જે ઝડપથી મટી શકે તેવી નથી. મારા ડૉક્ટરોએ આની સારવાર માટે મને ન્યૂ યૉર્ક જવાની સલાહ આપી છે. હું દરેક પ્રકારની લડત આપવા તૈયાર છું. છેલ્લા કેટલાક દિવસોમાં મને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે તે માટે હું તમારી ખૂબ જ આભારી છું. મને વિશ્વાસ છે કે મારી આ લડાઈમાં મારો પરિવાર મારા મિત્રો અને તમે બધા જ મારી સાથે છો.’ સોનાલી બેન્દ્રેએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું કે તેને કેન્સર છે તે સમાચાર તેના તમામ ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની છેલ્લી બે સીઝનમાં સોનાલી બેન્દ્રે જજ તરીકે જોવા મળી હતી આ સીઝનમાં સોનાલીની જગ્યાએ હુમા કુરેશી જજજ તરીકે જોવા મળશે.