સોનૂ સૂદની ઇમેજને લઇને મેકર્સે ફિલ્મમાં કર્યા ફેરફાર

0
4
જ્યાં સુધી મારા કરિઅરની વાત છે તો હવે વિલેનના રોલ નહીં કરું. હું હવે પૉઝિટીવ પાત્રો જ ભજવીશ. મને સારા પાત્ર ઑફર થઈ રહ્યા છે. મારે દરવર્ષે ઓછામાં ઓચી બે ફિલ્મનો કરવાનો સમય કાઢવાનો છે.
જ્યાં સુધી મારા કરિઅરની વાત છે તો હવે વિલેનના રોલ નહીં કરું. હું હવે પૉઝિટીવ પાત્રો જ ભજવીશ. મને સારા પાત્ર ઑફર થઈ રહ્યા છે. મારે દરવર્ષે ઓછામાં ઓચી બે ફિલ્મનો કરવાનો સમય કાઢવાનો છે.

બોલીવુડ એક્ટર (Bollywood Actor) સોનુ સૂદ (Sonu Sood) કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ કરવાને કારણે ચર્ચામાં રહે છે. તેમને ગરીબોના મસીહાનું નામ આપવામાં આવ્યું છે. સોનુની આ જિંદાદિલીએ તેની પ્રૉફેશનલ લાઇફ (Professional Life) પર પણ ઊંડો અસર પાડ્યો છે. હકીકતે, સોનુ સૂદ (Sonu Sood)ની લેટેસ્ટ તેલુગૂ ફિલ્મ Alludu Adhurs ફ્લોર પર છે. આ ફિલ્મનું નિર્દેશન સંતોષ શ્રીનિવાસ કરી રહ્યા છે.સોનુ સૂદની ઇમેજને ધ્યાનમાં રાખતા આ ફિલ્મમાં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા છે. સોર્સ પ્રમાણે સોનુ માટે ફિલ્મમાં બે ગીત જોડવામાં આવ્યા છે. આખા પ્રૉજેક્ટને કોરોના મહામારી પછી સોનુ સૂદની બદલાયેલી ઇમેજ પ્રમાણે બદલવામાં આવ્યું છે. કેટલાય સીન્સ ફરીથી લખવામાં અને શૂટ કરવામાં આવ્યા છે. ડિરેક્ટર અને પ્રૉડ્યૂસરનું માનવું છે કે સોનુ સૂદની વર્તમાન ઇમેજને ધ્યાનમાં રાખવાનું રહેશે નહીંતર ઑડિયન્સ નિરાશ થઈ જશે.આ ફિલ્મમાં થયેલા ફેરફારને લઈને જ્યારે સ્પૉટબૉયે સોનુ સૂદ સાથે વાત કરી તો તેમણે કહ્યું, “છેલ્લા એક વર્ષમાં મારી લાઇફમાં અનેક ફેરફાર થયા છે. જ્યાં સુધી મારા કરિઅરની વાત છે તો હવે વિલેનના રોલ નહીં કરું. હું હવે પૉઝિટીવ પાત્રો જ ભજવીશ. મને સારા પાત્ર ઑફર થઈ રહ્યા છે. મારે દરવર્ષે ઓછામાં ઓચી બે ફિલ્મનો કરવાનો સમય કાઢવાનો છે.”આ પહેલા સોનુ સૂદે જણાવ્યું હતું કે તેના કામને કારણે તેને ફિલ્મોમાં મળનારા રોલ ઘણાં બદલાઇ ગયા છે. તેણે કહ્યું, “મને જે પ્રકારના રોલ ઑફર કરવામાં આવી રહ્યા છે તે જુદાં છે. રિયલ લાઇફ હીરોના રોલ્સ છે. મેં મારા જીવનમાં જે વસ્તુઓ કરી છે તેને સ્ક્રિપ્ટમાં રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે જુદો છે. હવે મને નક્કી કરવાનું છે કે હું તેમની આશાઓ પાર પાડી શકું અને જે પણ કરું તેને ન્યાય આપી શકું.”