સોશિયલ મીડિયા પર ખુશ્બૂ ચૌહાણ નામની સીઆરપીએફ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

0
20

સોશિયલ મીડિયા પર ખુશ્બૂ ચૌહાણ નામની સીઆરપીએફ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વીડિયો 27 સપ્ટેમ્બરનો છે જ્યારે દિલ્હીમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સ દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા એક ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી.

જેનો વિષય હતો માનવ અધિકારોનું પાલન કરતા દેશમાં આતંકવાદ અને ઉગ્રવાદ વિરૂદ્ધ પ્રભાવક લડાઈ. આ ડિબેટ બીપીઆરએન્ડી સભાગૃહ નવી દિલ્હી ખાતે આયોજીત કરાઈ હતી.

ખૂશ્બુ ચૌહાણની આગઝરતી બોલી સાંભળી હાજર સૌ કોઈ જવાનોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. ચાર મિનિટના આ વીડિયોમાં તેણે આતંકવાદ, જેએનયુમાં દેશવિરોધી નારા સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.