સૌમ્ય જૌશીના શબ્દો, મેહુલ સુરતીના સંગીત સાથે આવ્યો ‘અસવાર રે’

0
69

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોનું પહેલું ગીત અસવાર રિલીઝ થઈ ગયું છે. સામાન્ય રીતે અસવારનો અર્થ થાય છે ઘોડા અથવા તો કોઈ પ્રાણી પર બેસેલો માણસ.

હેલ્લારોનો આ અસવાર ગામની સ્ત્રીઓ માટે લઈને આવ્યો છે ખુશીઓની સવારી.

વર્ષોથી જે ભાવનાઓ મનમાં દબાવી રાખી હતી તે બહાર આવે, વર્ષોના બંધન છૂટે ત્યારે કેવી ખુશીની લાગણી થાય તે આ ગીતમાં આબાદ રીતે ઝીલવામાં આવ્યું છે.

ગીતનું ફિલ્માંકન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જયેશ મોરે એટલે કે ઢોલીના તાલે સવારે કૂવા પાસે મહિલાઓ ખુશીથી ગરબે ઘુમે છે અને સાંજે તેના જ તાલે ગામના પુરૂષો.